પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી કાંકરી કોલેજમાં રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. જેમા શહેરાની બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા બહેનોએ શાળાના આચાર્ય તેમજ અધ્યાપકોને રાખડી બાંધવાની સાથે સાથે પ્રકૃતિને જીવતદાન મળે અને વૃક્ષો મોટા થાય, ફળફુલ આપે, સુખશાંતિ આપે તે સંદેશના અભિગમ સાથે કોલેજ કેમ્પસમાં આવેલા વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી.
કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ વૃક્ષોને રાખડી બાંધીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કોલેજ પરિવારે બ્રહ્માકુમારી સંસ્થાનો પણ આવા દિવ્યસંદેશ આપતો કાર્યક્રમનનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમા બ્રહ્માકુમારી સંસ્થા શહેરાના સંચાલિકા રતનદીદી, કોલેજના આચાર્ય ડો.દિનેશકુમાર માછી, અધ્યાપકગણો, સ્ટાફગણ, કોલજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતાં.