પંચમહાલઃ કોરોના વાયરસના ડરથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સહિત વિશ્વભરમાં હજારો લોકો આ બીમારીને કારણે મોતને ભેટ્યા છે. કહેર સમાન કોરોના વાયરસની બીમારીથી બચવા માટે સરકાર દ્વારા લોકોને આગમચેતી આપવામાં આવી રહી છે. ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે વાયરસથી બચવા માટે મોઢે માસ્ક પહેરવા અને સેનેટાઈઝરનો ઉપયોગ વારંવાર કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લાખો મુસાફરોની જાનમાલની સુરક્ષા જે રેલવે અધિકારીને સિરે છે તેવા જનરલ મેનેજર આલોક કન્સલ લોકોને માસ્ક ન પહેરવાની સલાહ આપી રહ્યા છે.
6 વર્ષના લાંબા સમયગાળા બાદ ગોધરા રેલવે સટેશનની મુલાકાતે આવેલા રેલવે GMએ ગોધરા, વડોદરા, આણંદ અને ડાકોર સહિતના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે વિભાગ દ્વારા મુસાફરોને પુરી પાડવામાં આવી રહેલા પ્રાથમિક સુવિધા મળી રહે છે કે નહિ તેની જાણકારી મેળવી હતી. આ સાથે ડિવિઝનના તમામ સેક્શનના બ્રિજ, પેદલ પુલ, પ્લેટફોર્મનું સમાર કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેની સમીક્ષા કરી હતી.
પંચમહાલ જિલાના મુખ્યમથક કહેવાતા ગોધરા રેલેવ સ્ટેશન પર પાયાની સુવિધાઓ તેમેજ મહત્વની ટ્રેનોને સ્ટોપ આપવાની રજૂઆત કરવા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સાંસદ કે ધારા સભ્ય હાજર ન રહ્યા, જેને લઈ લોકોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.