ETV Bharat / state

વલ્લવપુરમાં આડા સંબંધના વહેમના લીધે પિતા-પુત્રની હત્યા, પિતાનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પુત્રનો મૃત્રદેહ લાપતા

author img

By

Published : Oct 27, 2020, 2:43 AM IST

શહેરા તાલુકાના વલ્લવપુર ગામના અપહરણ કરાયેલ પિતા-પુત્ર પૈકી ત્રણ દિવસ બાદ પિતાની હત્યા કરાયેલો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો, આ યુવકની હત્યા પ્રેમસંબંધ બાબતે કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે 2 વર્ષનો પુત્ર હજી પણ લાપત્તા હોવાથી પોલીસ દ્વારા એન.ડી.આર.એફ.ની મદદ લઈ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વલ્લવપુરમાં આડા સંબંધના વહેમના લીધે પિતા-પુત્રની હત્યા

  • પંચમહાલમાં આડા સંબધ હોવાના વહેમના કારણે પિતા-પુત્રની હત્યા
  • પિતા-પુત્ર 20 ઓક્ટોબરના રોજ ગુમ થયા હતા
  • હજી સુધી પુત્રનો મૃતદેહ લાપતા

પંચમહાલઃ જિલ્લાના વલ્લવપુર ગામમાં ગત 20મી ઓક્ટોબરના રોજ ગામના મંદિર ફળિયામાં રહેતો 28 વર્ષીય ચિરાગ ભરતભાઈ માછી અને તેનો 2 વર્ષનો પુત્ર પ્રિન્સ મોરવા(રેણાં) ગામે ફરવા લઈ ગયો હતો. સાંજના ૫ વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી પણ ચિરાગ ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા સગાસંબંધીમાં ટેલિફોન કરી જાણકારી મેળવવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ ચિરાગ ત્યા પણ મળ્યો નહતો. જેથી તેની માતાએ ચિરાગ અને તેનો પુત્ર ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવી હતી.

આડા સબંધ હોવાની શંકાના કારણે પિતા-પુત્રની મોતને ઘાટ ઉતાર્યા

શહેરા પોલીસ મથકના PI એન.એમ.પ્રજાપતિ સહિતની ટીમે તપાસ હાથ ધરતા મોરવા(રેણાં) ગામની હાઇસ્કુલ સામે રોડની સાઈડમાં ચિરાગની બાઈક પડેલી મળી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઝીણવટ ભરી હાથ ધરતા ચિરાગ માછીને ગોકળપુરા ગામના ફુલચંદ ઉર્ફે ભીખાભાઈ પગીએ પોતાની પુત્રી સાથે આડોસંબંધ હોવાનો વહેમ રાખી ફુલચંદ પગી અને તેનો પુત્ર શૈલેષ ફુલચંદ પગી તેમજ ખરોલી ગામના જગદીશ ઉર્ફે જયદીપ પરમાર અને ચિત્રિપુર ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અર્જુન તલાર આ ચારેય ઈસમોએ ભેગા મળી ચિરાગને મારવાનું કાવતરું રચ્યું હતું અને 20મી ઓક્ટોબરની સાંજે ચિરા અને પ્રિન્સને મોરવા આવવા નીકળ્યો હોવાની માહિતી મેળવી ફુલચંદ પગી તેમજ તેના સાગરિતોએ મળી ચિરાગ અને તેના પુત્રને ગાડીમાં ખરોલી ગામના ખેતરમાં લઈ ગયા હતા, જ્યા ચિરાગને મારમારી ચિરાગ અને પુત્રને ગોધરા તાલુકાના નદીસર નજીક જુનીધરી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધો હતો.

પિતાનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો

જ્યારે પુત્રને મહીસાગર નદીના પાણીના પટમાં નાખી દીધો હોવાનું બહાર આવતા ચિરાગના પરિવારજનો તેમજ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી હતી, શુક્રવારે બપોરના સમયે જાણવા મળ્યું હતું કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ભલાડા ગામની નર્મદા મુખ્ય કેનાલમાં એક પુરૂષનો મૃતદેહ મળ્યો છે. જેથી પોલીસ અને તેના પરિવારજનોએ જઈને જોતા ચિરાગનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સેવાલીયા સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા હત્યાકાંડનો મુખ્ય આરોપી ફુલચંદ ઉર્ફે ભીખાભાઈ ધુળાભાઈ પગીને કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ કોરોના તપાસણી બાદ ધરપકડ કરવામાં આવશે, જ્યારે કે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

પુત્રના મૃતદેહને શોધવા માટે NDRF કામે લાગી

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પંચમહાલના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા રાજેશ બારોટ તાત્કાલિક શહેરા દોડી આવ્યા હતા અને કોઈપણ રીતે બંનેની જાણકારી મેળવવા સંદર્ભની સુચના આપવામાં આવી હતી. જોકે હત્યારાઓ દ્વારા મહી નદીમાં નાખી દેવાયેલા બે વર્ષના માસુમ બાળકની શોધખોળ માટે જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ એન.ડી.આર.એફ.ની ટીમો કામે લાગી હતી, તેમ છતાં માસુમ બાળકનો કોઈ પત્તો ન લાગ્યો હતો, જેને લઈને બીજા દિવસે પણ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.