BRC ભવન ખાતે શાંતિપુર્ણ માહોલમાં ચૂટણી યોજાઇ હતી. ત્યારબાદ મતગણતરી હાથ ધરવામા આવી હતી અને વિજેતા ઊમેદવારોને શુભકામનાઓ પાઠવામા આવી હતી.શહેરા પ્રાથમિક શિક્ષક ઘટક સંધની ચુટણી શહેર BRC ભવન ખાતે યોજાઇ હતી. જેમા શહેરા તાલુકા શિંક્ષક ઘટક સંઘના કૂલ ત્રણ પદ પ્રમુખ,મહામંત્રી, જીલ્લા પ્રતિનીધી માટે ચુંટણી યોજાઇ હતી.જેમા 160 જેટલા કારોબારી સભ્યોએ ઉત્સાહ ભેર મતદાન કર્યુ હતુ. ત્યારબાદ મતગણતરી હાથ ધરવામા આવી હતી.
વિજેતા થનારની યાદી
- જીલ્લા પ્રતિનીધી- કિર્તીભાઇ પટેલને- 102 મત મળ્યા હતા
- તાલૂકા પ્રમુખ અનોપસિંહ બારીયા- 106 મત મળ્યા હતા
- મંત્રી- વિનોદભાઇ માછી- 102 મત મળ્યા હતા.
- નટવર સિંહ ચૌહાણ- ખજાનચી તરીકે બિન હરીફ જાહેર થયા હતા.
પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોને ફુલનો હાર પહેરાવી ગૂલાલ છાટીને અભિનંદન પાઠવામા આવ્યા હતા. ચુટણી અધ્યક્ષ તરીકે અહેમદખાન પઠાણે ફરજ બજાવી હતી.