ETV Bharat / state

Mahisagar News: મહીસાગરના ડોકેલાવ ગામમાં દંપતીનો આપઘાત, 14 મહિનાનું સંતાન અનાથ થયું

મહીસાગર જિલ્લાના ડોકેલાવ ગામે એક મકાનમાંથી પતિ-પત્નીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મહીસાગરના ડોકેલાવ ગામમાં દંપતીનો આપઘાત
મહીસાગરના ડોકેલાવ ગામમાં દંપતીનો આપઘાત
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 8:12 AM IST

Updated : Jan 8, 2024, 9:48 AM IST

મહીસાગરના ડોકેલાવ ગામમાં દંપતીનો આપઘાત,

મહીસાગર: લુણાવાડા તાલુકાના ડોકેલાવ ગામે એક ઘરમાંથી પતિ-પત્નીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાએ સમગ્ર ગામમાં અરેરાટી મચાવી દીધી છે. મૃતક પતિનું નામ મહેશ વણકર છે, જ્યારે પત્નીનું અંજનાબેન ઉર્ફે શિલ્પાબેન છે જેઓ લુણાવાડા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં. શિલ્પાબેન તેના પતિ સાથે તેમના પિયરમાં જ રહેતા હતાં. શિલ્પાબેન ગઈકાલે તેમની ફરજ પૂર્ણ કરીને ઘરે ગયા હતા અને પછી અચાનક જ તેમના મૃત્યુંના સમાચાર સામે આવ્યાં. પ્રાથમિક દ્રષ્ટીએ દંપત્તીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

શિલ્પાબેનના પરિવારજનોનો આરોપ: મૃતક શિલ્પાબેનના પરિવારજનોનો આરોપ છે કે, શિલ્પાના પતિ મહેશે રવિવારની રાતે ઘરના બારી દરવાજા બંધ કરી પહેલાં શિલ્પાનું દોરી વડે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં સમાજ અને પરીવાર શુ કહેશે તેની બીક લાગતા જાતે પણ આપઘાત કરી લીધો. મૃતક શિલ્પાબેનના પરિવારજનોનું કહેવું છે કે, તેનો પતિ મૃતક મહેશ તેમની દીકરી શિલ્પાને દારૂ પીઈને ખૂબ માર મારતો અને હેરાન પરેશાન કરતો હતો. જોકે કરૂણતા એ છે, દંપતીના આપઘાતથી તેનું 14 માસનું બાળક અનાથ બની ગયું છે.

હોમગાર્ડમાં ફરજ બજાવતી હતા શિલ્પાબેન: અંજનાબેન ઉર્ફે શિલ્પા મહેશ વણકર ડોકેલાવ ગામે તેમના પિતાને ત્યાં રહેતા હતા અને લુણાવાડા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે સેવા આપતા હતાં. અંજનાબેનના માત-પિતા ખેતરમાં અલગ રહેતા હતા. રવિવારે રાત્રે અંજનાબેન અને મહેશ ભાઈની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા લુણાવાડા પીઆઈ નિનામાએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ કાર્યવાહી: પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે પ્રથમ દ્રષ્ટિએ અંજનાબેન ઉર્ફે શિલ્પા બેનના પરિવાર તેમજ મહેશના પરિવાર તરફથી કોઈપણ પ્રકારના આક્ષેપ પોલીસ સામે રજૂ કરવામાં આવ્યા ન હતા. પોલીસે જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન એવું કઈક જણાઈ આવશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

  1. લુણાવાડામાં પુત્રના કમોતના સમાચારથી માતા પણ અવસાન પામી, એક સાથે બે નનામિ નીકળતા સમગ્ર પંથક શોકગ્રસ્ત
  2. મહીસાગરના સોનેલા પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બે સગા ભાઈઓ મોતને ભેટ્યા

Last Updated : Jan 8, 2024, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.