ETV Bharat / state

ગોધરાના શિક્ષકે બ્લેકબોર્ડ પર લખવા માટે વપરાતા ચોક પર પ્રતિકૃતિઓ બનાવી - M&M Mehta High School

ગોધરા શહેરના એક શિક્ષક દ્વારા વર્ગખંડમા બ્લેકબોર્ડ પર લખવા માટે વપરાતા ચોક પર પોતાની કળા કંડારવામાં આવી છે. શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના પ્રતિકૃતિઓ માત્ર હાથ વડે કોતરી બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ શિલ્પ સ્થાપત્ય તેમજ જાણીતા વ્યક્તિઓની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

ગોધરાના શિક્ષકે બ્લેકબોર્ડ પર લખવા માટે વપરાતા ચોક પર પ્રતિકૃતિઓ બનાવી

author img

By

Published : Nov 23, 2020, 7:37 AM IST

  • શિક્ષકે ચોક પર પ્રતિકૃતિઓ બનાવી
  • વિવિધ શિલ્પ સ્થાપત્ય તેમજ જાણીતા વ્યક્તિઓની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી

પંચમહાલઃ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ' આ ઉક્તિને ગોધરાના એક શિક્ષકે સાચી ઠેરવી છે, ગોધરા શહેરમા આવેલી એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલમાં ચિત્રકામ વિષયનું શિક્ષણ આપતા જયેશ પ્રજાપતિ નામના શિક્ષક તેમની વિશિષ્ટ કળાને લીધે વિખ્યાત બન્યા છે. જયેશ પ્રજાપતિ દ્વારા શાળાના વર્ગખંડમા બ્લેક બોર્ડ પર લખવા માટે વપરાતા ચોકને માત્ર બોર્ડ પર લખવા પૂરતા સીમિત ન રાખી તેના પર પોતાની કળા કંડારી છે.

2004થી ચોક પર સુક્ષ્મ કોતરકામ કરી વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી

શિક્ષકે જણાવ્યું હતું કે, થોડાક વર્ષો અગાઉ તેઓએ નવરાશની પળમાં ચોક પર નખ દ્વારા કોતરકામ કરતા પિરામિડ જેવો આકાર પામ્યો હતો, તો તેના પર ચોક્કસ વસ્તુ વડે કોતરણીકામ કરીએ તો તેને વધુ સુંદર આકાર આપી શકાય, આવી પ્રેરણા લઇને તેઓએ ચોક પર પોતાની વિશિષ્ટ કળા કંડારવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 2004થી ચોક પર ટાંકણી કે અન્ય નાના સાધનોની મદદથી તદ્દન સુક્ષ્મ કોતરકામ કરી વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી છે અને તેમાં વોટર કલર વડે કલર કરીને આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે. જેમાં તેઓએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ એક નાનકડા ચોકમાં કંડારી છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આબેહૂબ પ્રતિકૃતિ એક ચોકમાં તૈયાર કરી છે. આ ઉપરાંત વિવિધ ધર્મોના દેવી દેવતાઓની પ્રતિકૃતિ પણ ચોકમાં તૈયાર કરી છે, જેમાં ગણેશજી ,સાંઈ બાબા, રાધાકૃષ્ણ તેમજ ઈશુખ્રિસ્તનો સમાવેશ થાય છે.

ગોધરાના શિક્ષકે બ્લેકબોર્ડ પર લખવા માટે વપરાતા ચોક પર પ્રતિકૃતિઓ બનાવી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે પણ તેમની આ કલાની લીધી હતી નોંધ

ગોધરાના શિક્ષક જયેશ પ્રજાપતિ દ્વારા હાલના સળગતા મુદ્દા જેવા કે પર્યાવરણ બચાવો, બેટી બચાવો જેવા મુદ્દાઓને લઈને પણ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે, દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ દ્વારા પણ ૨૦૦૭માં જ્યારે તેઓ ચાંપાનેર ખાતે આવ્યા હતા, ત્યારે તેઓની આ કળાની નોંધ લેવામાં આવી હતી. થોડા સમય અગાઉ જ્યારે વડોદરા શહેરમાં બૌદ્ધ સાધુઓનું અધિવેશન યોજાયું હતું, ત્યારે તેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને બુદ્ધ ભગવાનની સુંદર પ્રતિકૃતિને લઈને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અનેક જગ્યાએ તેમને સન્માનિત કરાયા

આ શિક્ષક દાવો કરી રહ્યા છે કે, આ પ્રકારની આબેહૂબ પ્રતિકૃતિ સમગ્ર દેશમાં એકમાત્ર તેઓ જ કરી શકે છે. તેઓએ જણાવ્યું વધુમાં જણાવ્યું કે, પાવાગઢ ખાતે યોજાતા પંચમહોત્સવમાં દર વર્ષે તેઓ ભાગ લે છે અને વિદેશથી આવતા મહેમાનોને પણ તેઓની પ્રતિકૃતિ પસંદ આવે છે, આમ તેઓએ વિદેશી મહેમાનોમાં પણ અનેરું આકર્ષણ બનાવ્યું છે. જયેશની આ કળાને લઈને તેઓને જિલ્લા કલેક્ટર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને વિવિધ આર્ટ ગેલેરી એકશિબિશનમાં પણ આમંત્રિત કરવામાં આવે છે, જયેશ દ્વારા તૈયાર કરાયેલી કેટલીક કૃતિઓને જોવા માટે બિલોરી કાચની મદદ લેવી પડે એટલી સુક્ષ્મ કૃતિઓ પણ તેઓએ તૈયાર કરી છે. આ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પણ આ કળા વિશે શીખવાડી રહ્યા છે અને તેઓના વિધાર્થીઓ પણ ચિત્રકલા ક્ષેત્રે આગળ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.