ETV Bharat / state

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ - ધારાસભ્ય

ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા બાદ જેના પ્રત્યાઘાત સ્વરૂપે (Congress MLA Anant Patel Attack) આદિવાસી સમાજના લોકો સમર્થકો મોટી સંખ્યામાં દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા. આ દરમિયાન આવેશમાં આવેલા ટોળાએ કેટલીક વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. જે મામલે ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (MLA Anant Patel against Complaint)

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

author img

By

Published : Oct 20, 2022, 11:48 AM IST

નવસારી ખેરગામમાં થોડા દિવસ અગાઉ કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા (Congress MLA Anant Patel Attack) જીવલેણ હુમલા થતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલાથી આક્રોશિત ટોળાએ ખેરગામમાં તોડફોડ કરતા (Congress MLA Anant Patel Attack) ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. અનંત પટેલ પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓ હજુ ઝડપાયા નથી. ત્યાં ધારાસભ્ય સામે થયેલી ફરિયાદ થતા વાંસદામાં રાજકીય વાતાવરણ ગરમ થયું છે.

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

શું હતો બનાવ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર ગત 8 ઓક્ટોબરની સાંજે નવસારી જિલ્લાના ખેરગામ ટાઉનમાંથી પસાર થતા હતા. ત્યારે કેટલાક લોકોએ ધારાસભ્યની કારને અટકાવી પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ધારાસભ્યને આંખ અને પાંસળીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ધારાસભ્ય પર હુમલો થતા ખેરગામ સહિત નવસારી તેમજ અન્ય જિલ્લાઓથી કોંગ્રેસી અને આદિવાસી આગેવનો તેમજ આદિવાસી સમાજ ખેરગામમાં ભેગો થયો હતો. હુમલો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર, એમના ભત્રીજા સહિતના લોકોએ કર્યો હોવાના આક્ષેપો અનંત પટેલે કરતા આદિવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. (Anant Patel Attack case)

પોલીસ અધિકારી અને જવાનો પર પથ્થરમારો આ દરમિયાન કેટલાક લોકોનું ટોળું ખેરગામથી બહેજ ગામના રોડ પર આવેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાને પહોંચ્યું હતું. જ્યાં દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જ્યારે આગ ઓલાવવા ચીખલીથી આવેલા ફાયર ફાઈટરને પણ ટોળાએ અટકાવી ડ્રાઇવરને ધમકાવી નીચે ઉતારી મુક્યો અને ફાઈટરમાં તોડફોડ કરી હતી. જ્યારે અન્ય સરકારી વાહનમાં પણ તોડફોડ કરી હતી. તો બીજી તરફ બંદોબસ્તમાં ઉભેલા પોલીસ અધિકારી અને જવાનો પર પથ્થરમારો કરી પોલીસ જીપ પણ પલટાવી નાંખી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મોડી રાતે ધારાસભ્ય અનંત પટેલે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર હુમલામાં સામેલ હોવાના આક્ષેપ સાથે 6 લોકો સહિત ટોળા સામે ફરિયાદ નોંધી હતી. (Congress MLA from Vansda)

હુમલો કારનારાઓ પોલીસ પકડથી દૂર 10 દિવસ બાદ 17 ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરના પત્ની સુમિત્રા અહિરે દુકાનમાં તોડફોડ અને આગ લગાવવા મુદ્દે, 18 ઓક્ટોબરે હર્ષદ પવારે ફાયર ફાઈટરમાં તોડફોડ મુદ્દે અને આજે ખેરગામના તત્કાલીન PSI એસ. એસ. માલે પોલીસ ઉપર થયેલા પથ્થરમારા મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના પ્રદેશ નેતા ગૌરવ પંડ્યા, ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિત 5 સામે નામ જોગ અને ટોળા સામે હત્યાનો પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે. ત્યારે હજુ પણ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કારનારાઓ પોલીસ પકડથી દૂર છે.Anant Patel Attack in Khergam, MLA Anant Patel against Complaint

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.