ETV Bharat / state

Navsari students in Ukraine : યુક્રેનના ઓડેસામાં નવસારીના 5 વિદ્યાર્થીઓ ફસાયા, સરકાર પાસે મદદની માંગ - યુક્રેન રશિયા યુદ્ધ 2022

રશિયા યુક્રેન વચ્ચે જંગને (Russia Ukraine war) લઈને જગત આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે યુક્રેનમાં ગુજરાતમાં નવસારીના વિદ્યાર્થીઓએ (Navsari Students In Ukraine) ભારત સરકાર પાસે વતનમાં પરત આવવાની મદદ માંગી છે.

Navsari students in Ukraine : ઓડેસામાં નવસારીના 5 વિદ્યાર્થીઓ ફસાયા, સરકાર પાસે મદદની માંગ

author img

By

Published : Feb 25, 2022, 9:14 AM IST

નવસારી : રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા બાદ યુક્રેનમાં (Russia Ukraine War) સ્થિતિ તંગ બની છે. હવાઈ માર્ગ બંધ થતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા નવસારી સહિત દેશના અન્ય પ્રાંતના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો ફસાઈ ગયા છે. જેમાં યુક્રેનના ઓડેસામાં નવસારીના એક વિદ્યાર્થીની સહિત 5 વિદ્યાર્થીઓ (Navsari Students In Ukraine) પણ ફસાયા છે. જેમને ભારતીય એમ્બેસી માંથી મદદ ન મળતા અંતે વિડીયો દ્વારા ભારત સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે.

યુક્રેનના ઓડેસામાં નવસારીના 5 વિદ્યાર્થીઓ ફસાયા, સરકાર પાસે મદદની માંગ

નવસારી વિદ્યાર્થીઓ 6 મહિના પહેલા યુક્રેનમાં પહોંચ્યા હતા

નવસારીના જમાલપોર ખાતે રહેતા રિયા પટેલ, જીગર પટેલ, પાર્થ પટેલ, હાર્દિક પટેલ તેમજ આકાશ બમનાની MBAનો અભ્યાસ કરવા 6 મહિના પહેલા યુક્રેનના ઓડેસા ગયા હતા. તે દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાની દહેશત વચ્ચે તેમણે ભારત આવવાના પ્રયાસો આરંભ્યા હતા. જેમાં એર ઇન્ડિયાની ટિકિટ 80 હજાર ઉપર અને અન્ય એરલાઇનની (Flight to Ukraine) ટિકીટ 1.50 લાખ કે તેથી વધુ ખર્ચ થતા તેઓ મૂંઝાયા હતા. જો કે, વિદ્યાર્થીઓએ પરિવાર સાથે સંપર્ક કરી 80 હજારની ટિકિટ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં રશિયાએ યુદ્ધ આરંભી દેતા યુક્રેનના ઓડેસા શહેરથી અન્ય શહેર કે સરહદી વિસ્તાર સુધી પહોંચવા ટ્રેન, પ્લેન કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ થતાં વિદ્યાર્થીઓની (Gujarat students in Ukraine) સ્થિતિ કફોડી બની છે.

પોલેન્ડ સરહદે વિદ્યાર્થી પહોંચે કેવી રીતે

ETV Bharat ને ઓડેસામાં ફસાયેલા વિદ્યાર્થીઓની રિયાએ જણાવ્યું કે, એમને એમ્બેસી દ્વારા એક અઠવાડિયા અગાઉ જ માહિતી આપવામાં આવી અને એ દરમિયાન તેમને આપવાની વ્યવસ્થામાં મુશ્કેલી પડી. જોકે એમ્બેસીએ તેમને ઘરમાંથી બહાર ન નીકળવા અને બેગ પેક કરીને તૈયાર રહેવા જણાવ્યું હતુ. તે દરમિયાન સવારે 6 વાગ્યાથી યુદ્ધનો આરંભ થતા વિદ્યાર્થીઓ ઓડેસા શહેરમાં જ ફસાઈ ગયા હતા.

આ પણ વાંચો: Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

"એમ્બેસીનો સંપર્ક મુશ્કેલીથી થાય છે"

જોકે અઠવાડિયા સુધી ચાલી શકે એટલી ખાદ્ય સામગ્રી તેમણે સંગ્રહિત કરી રાખી છે. જ્યારે ત્યાંથી બહાર નીકળવા એમ્બેસીનો સંપર્ક મુશ્કેલીથી થાય છે. અને જ્યારે સંપર્ક થયો, તો તેમને પોલેન્ડ સરહદ પર પહોંચી જવાનું જણાવ્યું હતું. પરંતુ ઓડેસા શહેરથી પોલેન્ડ અંદાજે 900 કિમી દૂર છે અને ત્યાં સુધી પહોંચવા માટે એમની પાસે કોઈ સાધન નથી. તો કેવી રીતે પહોંચે, જેથી ભારત સરકાર ઓડેસાથી બહાર નીકળવા માટે મદદ મોકલે એવી આશા વિદ્યાર્થીઓ સેવી બેઠા છે.

આ પણ વાંચો: Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

30 કિમી દૂર થયા બોમ્બ ધડાકા

રિયા પટેલે જણાવ્યું કે આજે સવારે 6 વાગ્યાથી યુદ્ધનો (Ukraine Russia War 2022) પ્રારંભ થયો છે અને અમારા ઓડેસાથી 30 કિમી દૂર જ બોમ્બ પડ્યો હતો. જેના કારણે ભયનો માહોલ બન્યો છે. સાથે જ ઓડેસા આખું સુમસામ થયું છે, દુકાનો અને મોલમાં એકપણ માણસ દેખાતો નથી. તેથી અહીં પણ ગમે ત્યારે હુમલો થઈ શકે એની બીક છે, જેથી ભારત સરકાર વહેલામાં વહેલું અમોને અહીંથી ભારત લાવવા માટેના (Russia Attacks Ukraine) પ્રયાસો કરે એજ અમારી લાગણી અને માંગણી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.