ETV Bharat / state

Navsari mock drill: નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મોકડ્રિલ યોજાઈ - Campaign Across The State To Protect The Sea

સમયાંતરે રાજ્ય સરકાર પણ 1600KM ના દરિયાને સુરક્ષા પ્રદાન કરવા માટે સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજે છે જેના ભાગરૂપે આજે નવસારી જિલ્લાની LCB SOG અને મરીન પોલીસ ઉભરાટ અને દાંડી સહિતના મહત્વના દરિયા કાંઠે ચેકીંગ પેટ્રોલિંગ સહિત ની ડ્યુટી સોંપાઇ છે.

navsari-police-drive-52-km-sea-coast-of-navsari-mock drill-across-the-state-to-protect-the-sea-from-terrorists

author img

By

Published : Apr 11, 2023, 10:12 PM IST

52 કિલોમીટરના દરિયા કિનારે મોકડ્રિલ યોજાઈ

નવસારી: દુશ્મનોની નજર ભારત તરફ ના પડે અને આતંકવાદી ઘટના ફરીવાર ના બને તે હેતુથી રાજ્ય ભરમાં સરકાર દ્વારા સાગર સુરક્ષા કવચ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે મોકડ્રિલનું આયોજન થકી આતંકી ઘટના વખતે પોલીસ એલર્ટ બની આવી ઘટનાને રોકી શકે તે હેતુસર મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. એના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની એલસીબી એસઓજી સહિત મરીન પોલીસ પણ સમગ્રમાં કવાયતમાં જોડાય હતી.

દરિયાને સુરક્ષિત કરવાની સમગ્ર રાજ્યમાં અભિયાન: આતંકીઓથી દરિયાને સુરક્ષિત કરવાની સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાને અડીને આવેલા 52 કિલોમીટરના દરિયા કિનારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં થયેલા મોટા આતંકી હુમલાઓમાં ખાસ કરીને આતંકીઓએ દરિયાઈ સરહદ ઓળંગીને ભારતમાં પોતાના મનસુબાને અંજામ આપ્યો હતો. તેથી ફરીવાર આવી કોઈ આતંકવાદી ઘટના ન બને તે હેતુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાને ધ્યાનમાં લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા હેતુ સાગર સુરક્ષા કવચ મોકડ્રીલનું આયોજન કરે છે.

આ પણ વાંચો Fire Broke Out In Gaya : બિહારના બોધ ગયામાં લાગી આગ, 100થી વધુ દુકાનો બળીને થઈ ખાખ

મોકડ્રીલનું આયોજન: નવસારી જિલ્લામાંથી પણ પસાર થતાં 52 KM લાંબા દરિયા કિનારે જિલ્લા પોલીસ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાની LCB-SOG અને મરીન પોલીસે આ સાગર સુરક્ષા કવચ મોકદ્રીલ માં નવસારીના દાંડી ઉભરાટના દરિયાકાંઠે પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ મરીન પોલીસ ટીમ દ્વારા બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મોકડ્રિલ દરિયાઈ પટ્ટી પર બે દિવસ સુધી ચાલશે જેમાં જિલ્લાની LCB-SOG અને મરીન પોલીસ જોડાશે.

આ પણ વાંચો Unseasonal Rain : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચોમાસું કેવું રહેશે જૂઓ

LCB-SOG અને મરીન પોલીસનું આયોજન: આ સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જોડે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, 'જિલ્લા પોલીસ દ્વારા સાગર સુરક્ષા કવચ હેતુસર યોજાયેલી આ મોકડ્રિલમાં પોલીસ દ્વારા નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટી ઉપર સધન પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગ સહિતની ડ્યુટી સોંપવામાં આવી છે. મરીન પોલીસ દ્વારા બોટ લઈને દરિયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેથી કોઈ અનિષ્ટનીય ઘટના ન બને.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.