નવસારી નવસારી જિલ્લામાં ગત દિવસોમાં નવસારીમાં વરસાદ Rain in Navsari ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં ભારે નુકસાનના સમાચાર સામે આવી રહ્યા હતાં. આ વરસાદને કારણે રસ્તા અને પુલને મોટા પ્રમાણમાં નુકશાન સામે આવ્યું છે.
8 વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બન્યો છે પુલ ભારે વરસાદમાં Rain in Navsari ગણદેવી તાલુકાના આંતલીયાથી ઉંડાચને જોડતો કાવેરી નદી પરનો 8 વર્ષ પૂર્વે બનેલો પુલનો Navsari antaliya undach bridge, પીલર ગત મહિને બેસી ગયો હતો. જેથી તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ કેબીનેટપ્રધાન નરેશ પટેલે પણ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. એ વખતે પુલનો પીલરની સ્ટેબિલિટી ચકાસી તેના સમારકામના પ્રયાસો શરૂ કર્યા હતાં.
આ પણ વાંચો નવસારી અને વલસાડને જોડતો ઔરંગા નદી પરનો પુલ ઊંચો બનનાવવા મંજૂરી
ફરી પિલરને નુકશાન થયું દરમિયાન બે દિવસ ફરી કાવેરીમાં પૂરની સ્થિતિ બનતા ફરી પીલરને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. પુલ Navsari antaliya undach bridge, ને થયેલા નુકસાનમાં આંતલીયા તરફનો ત્રીજા નંબરનો પીલર થોડો બેઠો હોવાની ફરિયાદ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.
આ પણ વાંચો જિલ્લામાં ફરી નદીઓ થઈ ગાંડીતૂર, તંત્ર એલર્ટ મોડ પર
પુલની ગુણવત્તા સચવાઈ નથી ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે 8 વર્ષ પૂર્વે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પુલ Navsari antaliya undach bridge, માં મોટું કમિશન ખવાતા પુલની ગુણવત્તા સચવાઈ નથી. જ્યારે અગાઉ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય કરસન પટેલ MLA Karsan Patel પણ પુલની ડિઝાઇન ઉપર સવાલ ઉઠાવી ચુક્યા છે ત્યારે ફરી કાવેરીમાં પાણીની આવક વધે અને પૂરની સ્થિતિ બને તો પુલને વધુ નુકશાન થાય એવી ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે.