જગતનો તાત ખેડૂત પોતાની મહેનત તેની ખેતીની ઉપજમાં રેડી દેતો હોય છે. તેના પર જ તેનું જીવન ગુજરાન ચાલતું હોય છે. પરંતુ જ્યારે તેની મહેનત પર પાણી ફળી વળે ત્યારે તેની સ્થિતી દયનીય બની જાય છે. આવું જ હાજરપુરના ગામજનો સાથે થયું છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી પાણી છોડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.
ખેડૂતો દ્વારા અવારનવાર રજુઆત પણ કરવામાં આવે છે કે, પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં ન કરો. પાણીને સમયાંતરે છોડતા રહો જેથી નીચાણવાળા ખેતરોમાં પાણી ન ફરી વળે. કરજણ ડેમના સત્તાધીશો સમક્ષ ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી કે, ખેતરોના રક્ષણ માટે ઉંચી પ્રોટેકશન દિવાલ બનાવામાં આવે. જેથી લાખોનું નુકશાન ન થાય.
હાલ થયેલા નુકશાનનું વળતર સરકાર આપે તે જરુરી બન્યું છે. કારણ કે ખેડૂતોની આખી સીઝનની કમાણીનું ધોવાણ થઇ ગયું છે. 10થી 12 ફુટ ઉંચી કેળ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. ખેતરોમાં પાણી હજુ ઓસર્યા નથી. મોંધા બિયારણોનું પણ ધોવાણ થઇ ગયું છે. આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કરજણ ડેમના સત્તાધીશો શું ભરપાઇ કરશે ખેડૂતની મહેનતનું વળતર?