- “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”પોપટલાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ની લીધી મુલાકાત
- વર્ષ 2019 માં સમગ્ર ટીમે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું લોકાર્પણ
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે. ત્યારે તારક મહેતા (Tarak Mehta ka Ulta Chashma)ના ડાયરેક્ટર અસિતકુમાર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં શૂટિંગ પણ કર્યું હતું. હાલ કોરોના કાળમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી પણ ન હતી મળી. જેના માટે ગુજરાતના દમણ ખાતે એક મહિનાથી તારક મહેતાનું શૂટિંગ એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું.
શૂટિંગ માટે 2019 માં શ્યામ પાઠક આવ્યા હતા
તારક મહેતાના શ્યામ પાઠક (Shyam Pathak)એટલે કે, પોપટલાલ પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુની મુલાકાતે આવ્યા હતા. 2019 માં શ્યામ પાઠક (પોપટલાલ) પણ શૂટિંગ માટે આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિત થઈને તેઓ ફરીથી લગભગ 3 વર્ષ બાદ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં પોતાના ઘરે જ ઉગાડ્યા શાકભાજી, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ
પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મઝા લીધી
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક એ જણાવ્યું હતું કે, આ એક વિરાટ પુરુષની વિરાટ પ્રતિમા છે જેને જોવા માટે વારે વારે આવાનું મન થાય છે, જયારે સરદાર વલ્લભભાઈ પટેલના દિલમાંથી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો નજારો પણ અદભુત લાગી રહ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ સાતપુડાની ગિરિમાળા હાલ ચોમાસાની ઋતુમાં "હરિ હરિ વસુંધરા"નો નજારો જોઇ મન ખુશ થઇ જાય છે.
આ પણ વાંચો : આલિયાએ એક ગ્લેમરસ ફોટો શેર કરી બતાવી સુંદરતા
ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની પણ લીધી મુલાકાત
તેમણે વધુમાં જણાવ્યું કે, પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવાની ઈચ્છા હતી તેથી પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.તેના માટે ઓનલાઈન ટીકીટ બુક કરાવીને પરિવાર સાથે સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. તો આ સાથે સરદાર પટેલ જુઓલોજીકલ પાર્કની પણ મુલકાત લીધી હતી જે પણ ખૂબ સરસ છે. જ્યારે બાળકો માટે બનાવવામાં આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના પણ શ્યામ પાઠકે ( પોપટલાલ) ખૂબ વખાણ કર્યા હતા.