સરદાર સરોવર નર્મદા ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસતા ડેમમાં 2.45 લાખ ક્યુસેક્સ પાણીની આવક થઈ છે. જેના કારણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટરની નિયત કરેલ મર્યાદાથી સપાટી વધતા ફરી એક વાર નર્મદા ડેમનાં 8 દરવાજા મોડી રાત્રે જ ખોલી નાખવામાં આવ્યા હતા અને તેમાંથી 1.25 લાખ ક્યુસેક્સ પાણી છોડાવામાં આવ્યું છે.
જો નર્મદા કંટ્રોલ ઓથોરિટીને પૂર્ણ ક્ષમતાએ જો ડેમ ભરવાની પરવાનગી આપી હોત તો ત્રણ દિવસમાં લગભગ 2.10 ખરબ લીટર પાણીનો બચાવ થયો હોત. ત્રણ દિવસથી પ્રતિ સેકન્ડ 50 લાખ લીટર પાણી દરિયામાં જઈ રહ્યું છે. આ એટલું પાણી છે કે, રાજપીપલા જેવા મધ્યમ શહેરને 30 વર્ષ સુધી ઉપયોગમાં આવી શકે અને રાજ્યના 4 મુખ્ય શહેરોને સરેરાશ 2.5 વર્ષ ચાલી શકે તેમ હતું. જો કે, દરવાજા બેસાડ્યા બાદ આમ પણ લાખો કયુસેક્સ પાણીનો બચાવ જરૂર થયો છે.