રાજપીપળાથી રામગઢ બ્રીજ બની રહ્યો છે. મજૂરો ત્યાં કામ માટે ગયા હતાં ત્યારે અચાનક કરજણ નદીમાં પાણી છોડાતા તેમનો જીવ જોખમમાં મૂકાયો છે. તેઓ હાલ ત્યાં જેસીબી પર બેસીને મદદની રાહ જોઇ રહ્યાં છે. પ્રાંત અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રીજના મજૂરો નદીકાંઠે ફસાયા હતા. પાણી વધતું જોઇને તેઓ જેસીબી પર બેઠાં છે. અધિકારીનો દાવો છે કે, 6થી 7 મજૂરો ફસાયાં છે.
પ્રાંત અધિકારી જણાવી રહ્યાં છે કે," નારીકાંઠા વિસ્તારને એલર્ટ અપાયો ત્યારે આ બની હતી. પણ ચિંતાની કોઇ જરૂર નથી ,મજૂરોને રેસક્યુ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. તેમને સહીસલામત બહાર લાવવામાં આવશે.
આમ, મજૂરો નદીમાં છોડાયેલાં પાણી કારણે ફસાયા હોવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે પ્રાંત અધિકારી મજૂરોને સુરક્ષિત પરત લાવવાનો દાવો કરી રહ્યાં છે.