નર્મદાઃ જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામના આજુબાજુના ત્રણ કિલોમીટરના વિસ્તારને હાલમાં લોક કરી બફરઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ ગામમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત આજુબાજુના અન્ય ગામો જેવા કે નાના પીપરીયા, મોટા પીપરીયા, વસંતપુરા ગામને બફરઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ગામમાં સેનિટાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ શાંતિલાલભાઈ તડવીએ જણાવ્યું હતું કે અહીં અમે લોકોને જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ ઘરેબેઠા મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 12 રિકવર થયા છે.