મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા સેલવાસમાં રખોલી બ્રિજ નજીક આવેલ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા. અહીં નદી પર બનાવેલ બ્રિજના લેવલે પાણીનો ધસમસતો પ્રવાહ અડી રહ્યો હોવાથી સાવચેતીના ભાગ રૂપે આ બ્રિજ પર તંત્રએ બેરીકેટ લગાવી વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો. હાલ બંને કાંઠે વહેતી દમણ ગંગા નદીમાં પાણી કિનારાને પણ ઓળંગીને બહાર આવી રહ્યા છે.
બીજી તરફ અન્ય અથાલ નજીકનો બ્રિજ પણ તંત્રએ બંધ કર્યો છે. દમણગંગા નદીના ધસમસતો પ્રવાહ અહીં પણ પૂલને અડીને વહી રહ્યો છે. નદીનો પુલ જૂનો હોય બંધ કરાયો છે. આ પુલ પર લોકો પાણી જોવા ન આવે એ માટે પણ પોલીસ કાફલાને પણ બંદોબસ્તમાં મુકવામાં આવ્યો છે.