- દુકાન બંધની અપીલ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે કર્યા ડીટેઈન
- હળવદ શહેરમાં બંધનો માહોલ જોવા મળ્યો
- મોરબીના ત્રણેય માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રહી
મોરબીઃ કૃષિ કાયદાન વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે મોરબીમાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે તો કેટલાક આગેવાનો નજરકેદ કરવામાં આવ્યા છે તો કોંગ્રેસી કાર્યકરો કાર્યકમ યોજે તે પેહલા ડીટેઈન કરવામાં આવ્યા છે.
કોંગ્રેસી કાર્યકરોને પોલીસે કર્યા ડીટેઈન
આજે ભારતમાં ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું જેમાં આજે સવારથી જ જીલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો, ત્યારે આ બંધના સમર્થનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો હતો. તેમાં કોંગ્રેસી આગેવાનો મોરબીના નહેરુગેટ ચોકમાં વિરોધ પ્રદર્શન માટે પહોચ્યા હતા દરમિયાન પોલીસે તેને ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો કેટલાક આગેવાનો બંધમાં જોડાય તે પહેલા નજરકેદ કરી લેવામાં આવ્યા હતા.
હળવદ શહેરમાં બંધનો માહોલ જોવા મળ્યો
તો હળવદ પંથકમાં ભારત બંધને પગલે બજારો બંધ રહી હતી. તો હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. તો હળવદ પંથકમાં પણ બજારો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટક કરી હતી. તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પણ ખેડૂતોના સમર્થનમાં બંધ રહ્યું હતું અને વાંકાનેરમાં કોંગ્રસ પ્રભાવિત વિસ્તારમાં બંધની અસર જોવા મળી રહી છે.