મોરબી: તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલ બંધ સિરામિક ફેક્ટરીમાંથી 4.64 લાખની ટાઈલ્સ (Theft of tiles in Morbi )અજાણ્યો શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. જે તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. આ બંધ સિરામિક ફેક્ટરીમાંથી ટાઈલ્સના 476 નંગની ચોરી(Theft of tiles from a closed ceramic factory ) કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ટીંબડી પાટિયા નજીક લાખો રૂપિયાના ટાયરની ચોરી
સિરામિક બંધ કારખાનામાં ચોરી - મોરબીના ઘૂટું ગામ નજીક છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અશોક કૈલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જાંબુડિયા ગામની સીમમાં આવેલ ભાડે રાખેલ કોમેટ સિરામિક બંધ કારખાનામાં ચોરી થઈ છે. 27એપ્રિલના રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો પ્રવેશ કરી કારખાનામાં આવેલ ઓવિયાના સિરામિકના ગોડાઉનમાંથી સ્લેબ ટાઈલ્સનો પ્રીમીયમ અને એસટીડી માલની સ્લેબ ટાઈલ્સના નંગ 476 કિંમત રૂપિયા 4,64,000નો મુદામાલ ચોરી કરી ગયા છે.
આ પણ વાંચોઃ વાંકાનેર પોલીસે ચોરી થયેલી રૂપિયા 11 લાખની ટાઈલ્સ રાજસ્થાનથી કબજે કરી
ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી - જે ચોરીના બનાવ મામલે તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક અને મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરવા આવેલ શખ્સો કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. જે ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.