ETV Bharat / state

વાંકાનેર નજીક પેપર મિલમાં આગનું વિકરાળ સ્વરૂપ, 14 કલાક બાદ પણ આગ બેકાબૂ - Police and Wankaner province officer at the scene

વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપર મિલમાં મંગળવારે સાંજના સુમારે વેસ્ટ પેપરમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધરણ કર્યું હતું. આગની જાણ મોરબી ફાયરની ટીમે કરવામાં આવી હતી. સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. રાજકોટની ટીમની મદદ પણ લેવામાં આવી હતી. 15 કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ આગ કાબૂમાં આવી નથી.

વાંકાનેરના માટેલ નજીક પેપર મિલમાં લાગી આગ

author img

By

Published : Feb 10, 2021, 1:54 PM IST

  • વાંકાનેરના માટેલ નજીક પેપર મિલમાં લાગી આગ
  • 3,500 થી 4,000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ
  • આગ વિકરાળ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી

મોરબી : વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપર મિલમાં આગ લાગી હતી. આગ વેસ્ટ પેપરમાં લાગતા ધીમે-ધીમે આગ પૂરા સેડમાં પ્રસરી ગઇ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગ વિકરાળ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી હતી. રાજકોટ ફાયરની ત્રણ ટીમ બોલાવવામાં આવી હતી. જોકે, હાલમાં 15 કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. આગની લીધે 3,500 થી 4,000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ થયો હોવાની માહિતી મળી હતી.

વાંકાનેરના માટેલ નજીક પેપર મિલમાં લાગી આગ

પ્રાંત અધિકારી સહિત પોલીસ પણ સ્થળ પર

આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને વાંકાનેર પ્રાંત અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આગ ક્યાં કારણોસર લાગી તેનું નક્કર કારણ બહાર આવ્યું નથી. પરંતુ હાલ આગને કાબુમાં કઈ રીતે લેવી તે પ્રયાસો હાથ ધરાયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.