ETV Bharat / state

મોરબીના ચકચારી સિંચાઈ કૌભાંડમાં વધુ 7 આરોપી જેલહવાલે

મોરબી: જિલ્લામાં ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય સહિતના મોટા માથાઓની ધરપકડ થયા બાદ પોલીસે વધુ 7 આરોપીને ઝડપીને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ગુરુવાર સુધીના રિમાંન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા આજે તમામ આરોપીને જેલહવાલે કર્યા છે.

મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં વધુ 7 આરોપી જેલહવાલે
author img

By

Published : Jul 12, 2019, 1:33 PM IST

મોરબીના સિંચાઈ કૌભાંડમાં ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ A ડીવીઝનની ટીમ વધુ તપાસ ચલાવતી હોય જેમાં આરોપી લવજીભાઈ ઉર્ફે ભગત મુળજીભાઈ ચૌહાણ, જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ, મોહનભાઈ દાનાભાઈ પરમાર, જશુભાઈ સવજીભાઈ પરમાર અને ભરત ગોવિંદભાઈ ચૌહાણ, વશરામભાઈ પેથાભાઈ ચૌહાણ, ભીખાભાઈ વશરામભાઈ ચૌહાણ સહીત તમામ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે તમામના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

આ ચકચારી સિંચાઈ કૌભાંડમાં અગાઉ ધારાસભ્ય, નિવૃત ઈજનેર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે. તો ભાજપ આગેવાનનું નામ પણ ખુલ્યું છે. જોકે ભાજપ આગેવાનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે તાજેતરમાં પોલીસે ઝડપી લીધેલા મંડળીના પ્રમુખ અને આગેવાન સહીત 7 આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નામો ખુલ્યા હોય અને હળવદની મંડળીઓ બાદ સિંચાઈ કૌભાંડમાં ટંકારા અને વાંકાનેરના મંડળીના આગેવાનોની સંડોવણી પણ ખુલી શકે છે અને ધરપકડનો સિલસિલો હજુ પણ જોવા મળી શકે તેવા સંકેતો સુત્રો પાસેથી મળી રહ્યા છે.

Intro:R_GJ_MRB_01_12JUL_SINCHAI_KOBHAND_AAROPI_JELHAVALE_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_12JUL_SINCHAI_KOBHAND_AAROPI_JELHAVALE_SCRIPT_AV_RAVIBody:
મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડના સાત આરોપી જેલહવાલે
ધરપકડની સિલસિલો ચાલુ રહેશે તેવા સંકેત
         મોરબીમાં ચકચારી નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય સહિતના મોટા માથાઓની ધરપકડ થયા બાદ પોલીસે વધુ સાત આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ પર સોપ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે સાતેય આરોપીને જેલહવાલે કર્યા છે
         મોરબીના સિંચાઈ કોભાંડમાં ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ, વિજયભાઈ ચાવડા સહિતની ટીમ વધુ તપાસ ચલાવતી હોય જેમાં આરોપી લવજીભાઈ ઉર્ફે ભગત મુળજીભાઈ ચૌહાણ, જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ, મોહનભાઈ દાનાભાઈ પરમાર, જશુભાઈ સવજીભાઈ પરમાર અને ભરત ગોવિંદભાઈ ચૌહાણ રહે પાંચેય સાપકડા તા. હળવદ અને વશરામભાઈ પેથાભાઈ ચૌહાણ રહે કોયબા તથા ભીખાભાઈ વશરામભાઈ ચૌહાણ રહે સુંદરીભવાની એમ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરીને તા. ૧૧ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે

વાંકાનેર-ટંકારાની મંડળીના આગેવાનોની સંડોવણી ?
         ચકચારી સિંચાઈ કોભાંડમાં અગાઉ ધારાસભ્ય, નિવૃત ઈજનેર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે તો ભાજપ આગેવાનનું નામ પણ ખુલ્યું છે જોકે ભાજપ આગેવાનની હજુ ધરપકડ કરવામાં આવી નથી ત્યારે તાજેતરમાં પોલીસે ઝડપી લીધેલા મંડળીના પ્રમુખ અને આગેવાન એવા સાત આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નામો ખુલ્યા હોય અને હળવદની મંડળીઓ બાદ સિંચાઈ કોભાંડમાં ટંકારા અને વાંકાનેરના મંડળીના આગેવાનોની સંડોવણી પણ ખુલી સકે છે અને ધરપકડનો સિલસિલો હજુ જોવા મળી સકે તેવા સંકેતો પણ પોલીસ સુત્રોમાંથી મળી રહ્યા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.