અમદાવાદ: સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી અને તગડું વ્યાજ આપતી BZ કંપનીની ઓફિસો પર ગત મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 36% વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6,000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી સાથે ભુપેન્દ્રસિંહ ઝાલાના સંબંધો જાહેર કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપ સાથેના સંબંધ: ગ્રુપના જાહેર થયેલા કૌભાંડ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તથા રાજનેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નામાંકિત ચહેરાઓ સાથે ભુપેન્દ્રસિંહ ઝાલાના સંબંધો પુરાવા સાથે મૂકવામાં આવ્યા હતા.
"ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનુ લાયસન્સ મળી જાય છે.": મનીષ દોશી
એજ્યુકેશન કેમ્પસમાં C R પાટીલ હાજર રહ્યા હતા: આગળ વાત કરતા મનીષ દોશી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને નામાંકિત ચહેરાઓ સાથેના ભુપેન્દ્રસિંહ ઝાલાના ફોટો માધ્યમો સામે મૂકવામાં આવ્યા હતા. આગળ વાત કરતા મનીષ દોશી એ જણાવ્યું હતું કે ભુપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હતું. એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાઠગાંઠ પણ જોવા મળી છે ત્યારે એજ્યુકેશન કેમ્પસમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રજની પટેલ અને મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આવી પોન્ઝી સ્કીમ રાજ્યભરમાં ચાલે છે- મનીષ દોશી: વધુમાં મનીષ દોશી જણાવે છે કે, નાના પરિવારોએ થોડી લાલચમાં આવીને પોતાના પૈસા આમાં રોકાણ કર્યું હતું. નાના પરિવારોએ થોડી લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું. આવી પોન્ઝી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે.
ખ્યાતિ હોસ્પિટલ મામલે ગૃહમંત્રી એક શબ્દ પણ બોલ્યા નથી: ખ્યાતિ હોસ્પિટલનો કિસ્સો જણાવતા મનીષ દોશીએ કહ્યું હતું કે, ખ્યાતિ અને BZ મામલે હજુ પણ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. આમ તો તેઓ કહેતા હોય છે કે, કોઈપણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ત્યારે મારે એ પ્રશ્ન છે કે આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે?
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભુપેન્દ્રસિંહના વખાણ કર્યા હતા: આગળ પત્રકાર પરિષદ સંબોધતા મનીષ દોશી જણાવે છે કે, ભુપેન્દ્ર ઝાલાના સાઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડિટેલ નીકાળીને તમામ સામે તપાસ કરવી જોઈએ. MLA ધવલસિંહ ઝાલાએ પણ ભુપેન્દ્રસિંહ ઝાલાના વખાણા કર્યા હતા. ધવલસિંહ ઝાલાએ પૈસાની ચિંતા ના કરવા માટે કહ્યું હતું.
દાખલારૂપ કાર્યવાહી કરવાની કોંગ્રેસ પક્ષની માંગ: કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગણી દર્શાવતા મનિષ દોશીએ કહ્યું હતું કે, 'એક પક્ષ તરીકે કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.'
આ પણ વાંચો: