કેનબેરા: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમ ગુરુવારે ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસન સાથે મુલાકાત કરી હતી. ઑસ્ટ્રેલિયના વડા પ્રધાને પ્રવાસની મેચ પહેલાં ફેડરલ સંસદ હાઉસ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. પીએમ અલ્બેનીઝના સત્તાવાર 'એક્સ' હેન્ડલ પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેના સંદેશ સાથે મીટિંગના ફોટા શેર કર્યા હતા.
તેમણે પોસ્ટમાં લખ્યું છે કે,આ અઠવાડિયે મનુકા ઓવલ ખાતે અદ્ભુત ભારતીય ટીમ સામે વડાપ્રધાન ઇલેવનને મોટા પડકારનો સામનો કરવો પડશે, પરંતુ મેં વડા પ્રધાન @narendramodi ને કહ્યું તેમ, હું કામ પૂર્ણ કરવા માટે ઑસ્ટ્રેલિયન ટીમને સમર્થન આપી રહ્યો છું.
Big challenge ahead for the PM’s XI at Manuka Oval this week against an amazing Indian side. ⁰⁰
— Anthony Albanese (@AlboMP) November 28, 2024
But as I said to PM @narendramodi, I’m backing the Aussies to get the job done. pic.twitter.com/zEHdnjQDLS
કેનબેરામાં ભારતીય હાઈ કમિશને પણ મીટિંગની હાઈલાઈટ્સ શેર કરી હતી. "માનનીય વડા પ્રધાને રાષ્ટ્રની રાજધાનીમાં મનુકા ઓવલ ખાતે પીએમ ઇલેવન વિરુદ્ધ ભારતના પ્રસંગે ફેડરલ પાર્લામેન્ટ હાઉસ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એડિલેડમાં આગામી ટેસ્ટ મેચ પહેલા આ સપ્તાહના અંતમાં ક્રિકેટની એક શાનદાર મેચની અપેક્ષા રાખશે.
ભારતીય ટીમ ગુરુવારે સવારે પર્થથી કેનબેરા પહોંચી હતી. તેઓ શનિવારે મનુકા ઓવલ ખાતે નિર્ધારિત પ્રાઇમ મિનિસ્ટર પીએમ ઇલેવન સામે ડે-નાઇટ મેચ રમશે. ભારતે પર્થમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી અને પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
નિયમિત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં, જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં ભારતે 534 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ચોથા દિવસના અંતિમ સત્રમાં ઓસ્ટ્રેલિયાને 238 રનમાં આઉટ કરી દીધું હતું. 1977માં મેલબોર્નમાં મળેલી 222 રનની જીતને વટાવીને, રનની દ્રષ્ટિએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત એ ઘરથી દૂરની તેમની સૌથી મોટી જીત છે. ઓસ્ટ્રેલિયામાં 2018-19ના પ્રવાસથી શરૂ થયેલી છેલ્લી નવ ટેસ્ટ મેચોમાં આ ભારતની પાંચમી જીત છે.
આ પણ વાંચો: