ETV Bharat / state

મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ

મોરબી શહેરમાં વ્યાજખોરોના આતંકનો કિસ્સો (Terror of Money Lenders in Morbi) સામે આવ્યો છે. બે વ્યાજખોરોએ ગળા પર છરી રાખી પઠાણી ઉઘરાણી કરી યુવકને ઢોરમાર માર્યો હતો. ભોગ બનનારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ ( Complaint at Morbi City A Division Police ) કરી હતી.

મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ
મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ
author img

By

Published : Dec 20, 2022, 8:21 PM IST

મોરબી મોરબીના રવાપર રોડ પર રહેતા નિતીનભાઇ ભગવાનજીભાઇ ડાભીએ વ્યાજખોર આરોપી વિમલ નટુભાઇ પરમાર અને ભોલુ જારીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી (Terror of Money Lenders in Morbi) છે. નિતીનભાઇ ટાઇલ્સનો વ્યાપાર કરે છે. તેમને નાણાંની આવશ્યકતા ઉત્પન્ન થતા એકાદ વર્ષ પહેલા તેમણે વિમલભાઇ નટુભાઇ પરમાર પાસેથી રૂપિયા 18,50,000 ત્રીસ ટકા વ્યાજે લીધાં હતાં.

આ પણ વાંચો લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર

બેન્કના સહીવાળા પાંચ ચેક લીધેલા નાણાં આપતાં સમયે આરોપીઓએ નિતીનભાઇ પાસેથી બેન્કના સહીવાળા પાંચ ચેક લીધેલા હતાં. ફરિયાદમાં નિતીનભાઈએ જણાવ્યું છે કે મારા બેન્કના ખાતામાં રૂપિયા 9 લાખના કટકે કટકે એમ કુલ અઢાર લાખનું આરટીજીએસ તેમના ખાતામાંથી તેમની જાણ બહાર (Terror of Money Lenders in Morbi) કરવામાં આવ્યું હતુ. જેની ખબર બેન્કમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતાં પડી હતી અને હજુ તેમના ત્રણ ચેક આરોપી વિમલ પાસે છે.

આ પણ વાંચો વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો

છરી કાઢી તેમના ગળે રાખી મારવાની ધમકી આપી અન્ય આરોપી ભોલુ જારીયા પાસેથી રૂપિયા 4,50,000 લાખ ત્રીસ ટકાના વ્યાજે એક વર્ષ પહેલા લીધેલા હતા.એક વર્ષથી આજ દિન સુધીમા વિમલ પરમાર કુલ રૂપિયા 52, 80,000 ચૂકવી આપેલ છે. તેમજ ભોલુ જારીયાને રૂપિયા 20,70,000 ચીકવી આપેલ છે. છતાં હજુ પણ બંને રૂપિયાની માંગણી (Terror of Money Lenders in Morbi) કરે છે. ગત મહિનામાં સગાંમાં લગ્ન હોવાથી નિતીનભાઇ તેમના સસરાના ઘરે લગ્ન પ્રસંગમાં હતાં ત્યારે વિમલ પરમાર તથા ભોલુ જારીયા આવ્યા હતાં અને બળજબરીથી રૂપિયાની માંગણી કરી હતી. નિતીનભાઇએ 'મારી પાસે રૂપીયા નથી' કહેતાં ભોલુ જારીયાએ છરી કાઢી તેમના ગળે રાખી દીધેલ હતી અને બીજા હાથમાં ચામડાના પટ્ટા વડે માર માર્યો (Morbi Crime News ) હતો તેમજ વિમલ પરમારે તેમનો ઢીકાપાટુનો માર માર્યો હતો. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ ( Complaint at Morbi City A Division Police ) આપી હતી. મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.