ETV Bharat / state

મોરબીની રોયલ પાર્કના રહેવાસીઓ પાણીના નિકાલ મુદ્દે બેઠા ધરણા પર - મોરબી પાલિકાના ચીફ ઓફિસર

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં બે દિવસથી વરસાદ બંધ છે. તેમ છતાં પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે. તે પાણીનો નિકાલ થાય તેના માટેની કોઈ પણ વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં પાલિકા તંત્ર કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. જેથી કરીને આ સોસાયટીમાં રહેતા રહેવાસીઓએ રજૂઆત કરી છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તેમજ પાણીનો નિકાલ ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

MORBI
મોરબીની રોયલ પાર્કના રહેવાસીઓ અનશન પર બેઠા
author img

By

Published : Aug 28, 2020, 12:35 PM IST

મોરબી : શહેરના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં બે દિવસથી વરસાદ બંધ છે. તેમ છતાં પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે. કારણ કે, આ સોસાયટીની પાછળના ભાગમાં મોટા ખેતર આવેલા છે. જે ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા છે, તે પાણીનો નિકાલ થાય તેના માટેની કોઈ પણ વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં પાલિકા તંત્ર કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી કરીને આ સોસાયટીમાં રહેતા અઢીસો જેટલા મકાનના રહેવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. તેઓએ અનેક રજૂઆત કરી છતાં પણ તેનો કોઇ ઉકેલ ન આવતા સોસાયટીના લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાણીનો નિકાલ ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

મોરબીની રોયલ પાર્કના રહેવાસીઓ અનશન પર બેઠા
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણી ભરાઇ જતા તે પાણી લોકોના ઘરમાં ઘુસી જતા હોય છે. જેથી કરીને લોકોને ઘરવખરી સહિતની સામગ્રીમાં નુકસાની સહન કરવી પડતી હોય છે. મોરબી શહેરના વોર્ડ નંબર - 1 માં નવલખી રોડ ઉપર આવતા રોયલ પાર્ક સોસોયટીમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેના માટેની કોઈપણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. જેથી કરીને લોકોના ઘરની અંદર વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય છે. છેલ્લા દિવસોમાં મોરબી શહેરની અંદર ભારે વરસાદ પડયો હતો. જેથી કરીને મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં હતા. પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ ન હોવાના કારણે મોટાભાગના વિસ્તારમાંથી પાણી નીકળી ગયા છે. પરંતુ રોયલ પાર્ક સોસાયટીની શેરીઓમાં અને લોકોના ઘરની અંદર વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. ત્યારે રોષે ભરાયેલા લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન તેમની સોસાયટી ખાતે શરૂ કરવામાં આવ્યા છે. ત્યાંના લોકો દ્વારા જ્યાં સુધી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે ચોમાસા દરમિયાન આ સોસાયટીની પાછળના ભાગમાં આવેલા ખેતરની અંદર વરસાદી પાણી ભરાઈ છે. જેના કારણે લોકોના ઘરની અંદર પાણી ભરતા હોય છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે પંદર વર્ષ જૂનો પ્રશ્ન આજે પણ યથાવત છે.

બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ગઈકાલે રોયલ પાર્ક સોસાયટીના લોકો રજૂઆત લઈને આવ્યા હતા. ત્યારે જ ખાતરી આપી ત્યાં જેસીબી પણ મોકલ્યા હતા. તેમજ તેની બાજુની સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ રોયલ પાર્ક બાજુમાં ખેતર છે જે માલિકીનું છે. જેથી તેમાંથી પાણી કાઢવા માટે માલિકની મંજુરી લેવામાં આવી છે. તે ઉપરાંત રેલવે ની દીવાલ હોવાથી તેને તોડવાની મંજુરી મળી ગઈ છે, જેથી વહેલી તકે કામ શરુ થઇ જશે. તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે, જેથી અમુક રાજકરણીઓના ઈશારે આ અનશન શરુ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.