- મોરબી જિલ્લાનો "કેળવણીનો ઈતિહાસ" તૈયાર કરવા માટેની જિલ્લા કક્ષાની પ્રથમ મિટિંગ યોજાઈ
- (DPEO)ની ઉપસ્થિતમાં "કેળવણીનો ઈતિહાસ" લખવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી
- 100 સો વર્ષ જૂની શાળાઓનો ઇતિહાસ લખવાનો
મોરબીઃ GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા પંચાયત કચેરી તથા DEO કચેરી-મોરબીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મોરબી જિલ્લાનો "કેળવણીનો ઈતિહાસ" તૈયાર કરવા માટેની જિલ્લા કક્ષાની પ્રથમ મીટીંગ યોજાઈ હતી. જેમાં વી.એમ.કાચા (પ્રાચાર્ય ડાયટ રાજકોટ) ભરતભાઈ સોલંકી (ડી.ઈ. ઓ.) મયુર એસ.પારેખ (DPEO)ની ઉપસ્થિતમાં "કેળવણીનો ઈતિહાસ" લખવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
100 સો વર્ષ જૂની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ તેમજ સંસ્કૃત પાઠશાળા સ્વામી દયાનન્દ સરસ્વતી સંસ્થાન, શ્રીમદ્દ રાજ ચંદ્ર સંસ્થાન, વી.સી.હાઈસ્કૂલ,અમરસિંહજી હાઈસ્કૂલ,એલ.ઈ. કોલેજ એમ.એમ.સાયન્સ કોલેજ, હંટર ટ્રેનીંગ કોલેજ મદરેસા વગેરે તેમજ અન્ય સંસ્થાઓ સાથે સાથે ગ્રામ્ય શહેરમાં 100 સો વર્ષ જૂની શાળાઓનો ઇતિહાસ લખવાનો છે. આવી સંસ્થાઓનું સ્થાપના વર્ષ, સંચાલક, સંસ્થા શરૂ કરવાનો હેતુ, પ્રથમ વિદ્યાર્થી અને પ્રથમ વિદ્યાર્થિનીઓનું નામ, ઉદ્દઘાટક, સંસ્થામાં અભ્યાસ કરેલ ગૌરવશીલ વિદ્યાર્થીઓની વિગત, ગૌરવશાળી ઘટના, હાલની સ્થિતિ વગેરે વિગતો એકત્ર કરી મોરબી જિલ્લાનો કેળવણીનો ઇતિહાસ લખવાનો છે.