- લગ્નમાં ફાયરિંગ થયાંનો વિડીયો વાઈરલ થયો
- હળવદ પોલીસ આવી એક્શનમાં
- આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી એક શખ્સની ધરપકડ
મોરબીઃ હળવદના ખોડ ગામે ફાયરિંગ પ્રકરણમાં હળવદ પોલીસના ગિરીશકુમાર ટાપરીયાએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રમેશ દેવાભાઈ મહલીયા ડિસેમબરેે રાત્રીના જાહેરમાં સંગીતના તાલે નાચગાન કાર્યક્રમ થયો હતો. તેમાં બાર બોર ગન જેવા હથિયારથી ફાયરીંગ કરી અન્યની જિંદગી જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યું હતું.
- લગ્નમાં વધારે લોકો ભેગા કરવા મામલે પણ પોલીસ ગુન્હો દાખલ કર્યો
જયારે બીજી ફરિયાદમાં ફરીયાદી ગિરીશકુમાર ટાપરીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિનેશ દેવાભાઈ મહાલીયા અને મનસુખ દિનેશ રહે બંને ખોડવાળાએ લગ્ન પ્રસંગમાં જાહેરમાં સંગીતના તાલે નાચગાન કાર્યક્રમ કરી સોશિઅલ ડિસ્ટન્સ નહીં જાળવી માસ્ક પહેર્યા વગર કોરોના સંક્રમણ ફેલાય તેમ જાણતાં હોવા છતાં પ્રસંગમાં 190થી 200 જેટલા માણસો એકત્ર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આર્મ્સ એક્ટ અને જાહેરનામા ભંગના ગુન્હા નોંધી વધુ તપાસ ચલાવી છે.
- અન્ય લોકોની ઓળખ કરાશે
હળવદ પોલીસે ફાયરીંગ કરનાર આરોપી રમેશભાઈ દેવાભાઈ મહલીયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો વિડીયો અન્ય લોકોની પણ ઓળખ મેળવીને કાર્યવાહી કરવામાં આવશે. તેમ ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું.