વધુમાં જોઇએ તો, મહેન્દ્રનગરની ન્યુ એલ. ઈ. કૉલેજના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, કૉલેજ ચાલુ થયાને 1 વર્ષ થયું છે. છતાં કૉલેજમાં પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ મામલે પ્રિન્સીપાલને અનેક રજૂઆત કરી છે. તેમણે વિદ્યાર્થીઓને પણ વાયદાઓ કર્યા છે.
પરંતુ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પ્રિન્સીપાલના કહેવા પ્રમાણે સમસ્યના ઉકેલ માટે વિદ્યાર્થીઓ મહેન્દ્રનગરની પંચાયતે ગયા હતા. ત્યાં પણ તમને સરખો પ્રતિભાવ ન મળતા નિરાશા હાથ લાગી હતી.
મહેન્દ્રનગરના પ્રધાને તેમને પીપળી ગ્રામ પંચાયત જવા કહ્યું હતું. ત્યાં પણ વિદ્યાર્થીઓને નકારાત્મક જવાબ મળ્યો હતો. ફરીથી પ્રિન્સીપાલને મળીને રજૂઆત કરી હતી પરંતુ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.
જેથી કૉલેજના વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે કલેક્ટરને રજૂઆત કરી છે અને પ્રશ્નનો જલ્દીથી ઉકેલ આવે તેવી અપીલ કરી છે.