મોરબી તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન જામનગર સુધી જાઇ છે. આ પાઇપલાઇન મારફતે મોરબીના અનેક ગામડાઓ તેમજ જામનગર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાઇપલાઇનમા થોડા દિવસો પહેલા ભંગાણ થયું હતું જે તુરંત રીપેરીંગ કરી પાણી શરુ કરી દેવામાં આવ્યું હતુ. પરંતુ ફરી આ જ પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોરબી તાલુકાના નાની વાવડી, બગથળા, ગોખીજડિયા, વનાળિયા, જેપુર, લક્ષ્મીનગર, જુના સાદુરકા, નવા સાદુરકા, ભરતનગર, તારાપર, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, હરીપર, કેરાળા, નવી જૂની પીપળી અને મહેન્દ્રનગર સહિતના ગામોમાં અગામી તારીખ 3 જુલાઈ સુધી પાણી વિતરણ બંધ રહેવાનું છે.
આ પાઇપલાઇનમા ભંગાણના કારણે મોરબી તાલુકાના 17 ગામો આગામી 4 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવાના છે. જો કે પાઈપલાઈનમાં રીપેરીંગ પૂર્ણ થયા બાદ જ ફરી રાબેતા મુજબ પાણી શરુ કરવામાં આવશે તો આ 17 ગામોમાં 4 દિવસ પાણી વિતરણ ન થતાં 17 ગામનાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.