- કોરોના મહામારીમાં સેવા યજ્ઞ શરૂ
- માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરાયું
- રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પણ મદદરૂપ થશે
મોરબીઃ જિલ્લામાં હાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા શનાળા રોડ પર સ્કાય મોલ સામે સેવા એ જ સંપત્તિ નામના કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને માસ્ક તેમજ સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જે રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરિયાત હોય છે તેને મેળવવામાં મદદરૂપ થવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ડીસા પોલીસના PIની અનોખી પહેલ, નિ:શૂલ્ક માસ્ક વિતરણ કરાયું
ઇન્જેક્શન મેળવવા માટે સરળતા રહેશે
જેમાં લોકો પોતાનાં ડોક્યુમેન્ટ અને કોવિડ રિપોર્ટ સાથે કાર્યાલય ખાતે આવવા અપીલ કરી છે. તેમજ ઇન્જેક્શન મેળવા જે જરૂરી ડોક્યુમેન્ટ છે, તે પણ સાથે લેવા અજય લોરિયાએ અપીલ કરી છે, જેથી તેને ઇન્જેક્શન મેળવવા માટે સરળતા રહેશે.
આ પણ વાંચોઃ માંડલના વિઠલાપુર ખાતેની ગરબી પર જઈ પોલીસે લોકોને માસ્કનું વિતરણ કર્યું