ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : 22 વર્ષ પછી લૂંટાયેલો ગઢ ભાજપ પાછો મેળવી શકશે? જાણો ટંકારા પડધરી વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો મોરબીની ટંકારા પડધરી વિધાનસભા બેઠક (Tankara Paddhari Assembly Seat ) વિશે.

author img

By

Published : Jul 5, 2022, 5:30 AM IST

Gujarat Assembly Election 2022 : 22 વર્ષ પછી લૂંટાયેલો ગઢ ભાજપ પાછો મેળવી શકશે?

મોરબી- 66 ટંકારા પડધરી વિધાનસભા બેઠક (Tankara Paddhari Assembly Seat ) 2017 સુધી છેલ્લા 22 વર્ષથી ભાજપનો ગઢ રહ્યો હતો એનું હવેની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) શું થશે તેની રાહ જોવી રહી.. હાલના રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો (Mohan Kundariya Seat) આ બેઠક પર વર્ષ 1995થી દબદબો રહ્યો હતો અને તેઓ 2014માં સાંસદ બનતા પેટાચૂંંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વિજયી બન્યા હતાં. જોકે મોરબી બેઠક માફક જ ટંકારા બેઠક પાટીદાર આંદોલનથી પ્રભાવિત હોવાથી 22 વર્ષ બાદ ભાજપે ગઢ ગુમાવ્યો હતો. તો 2022 વિધાનસભા ચૂંટણીમાં આંદોલન ફેક્ટર નથી તેમજ સરકાર સામે અન્ય એન્ટી ઇન્કમબન્સી જેવું ફેક્ટર (Assembly seat of Tankara Paddhari) નજરે પડતું નથી જેથી ભાજપ ગુમાવેલી બેઠક પરત મેળવવા પૂરું જોર લગાવશે. ટંકારામાં સૌથી વધુ પાટીદાર મતદારો છે. મોરબીનો આ એક એવો તાલુકો છે કે જ્યાં સૌથી વધુ મતદારો (Gujarat election 2022 ) પાટીદાર છે.

આગામી ચૂંટણીમાં આ સંખ્યામાં વધારો નોંઘાશે

ટંકારા પડધરી વિધાનસભા બેઠક ડેમોગ્રાફી -આ તાલુકો ખેતી આધારિત છે. આ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો છે. ટંકારા પડધરી બેઠક (Tankara Paddhari Assembly Seat )પર આમ તો ભાજપનો દબદબો છેલ્લા 25 વર્ષથી જોવા મળે છે. અહીંથી ધારાસભ્ય રહી ચુકેલા મોહન કુંડારિયા (Mohan Kundariya Seat) સંસદભવન સુધી પહોંચ્યા છે. જોકે છેલ્લા પાટીદાર આંદોલનમાં મોરબી જિલ્લાનું ટંકારા પણ પ્રભાવિત રહ્યું હતું તો આ બેઠક પર પાટીદાર ફેક્ટર જ હાર કે જીત નક્કી કરે છે કારણ કે 49 ટકા જેટલા મતદારો પાટીદાર છે જેથી પાટીદાર સમાજના સાથ સિવાય અહીંથી કોઈ પક્ષ ચૂંટણી જીતી શકે નહીં.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે મંગળ ગાવિત બાદ શૂન્યાવકાશ?

બેઠક પર કુલ 2,24,520 મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,16,009 અને સ્ત્રી મતદારોની સંખ્યા 1.08,511 છે.બેઠકની જ્ઞાતિગત વોટબેંક જોઇએ તો પાટીદાર - 1.20 લાખ, દલિત - 12થી 13 હજાર, માલધારી - 8થી 9 હજાર ,ક્ષત્રિય - 12થી 14 હજાર અને કોળી - 8 હજાર જેવા છે.વર્ષ 2017માં પાટીદાર આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. અગાઉ ટંકારા પડધરી બેઠક ભાજપનો ગઢ હતો. જે પાટીદાર આંદોલનની અસરને પગલે ધરાશાયી થયો હતો. જોકે હાલ સત્તાવિરોધી લહેરનું પરિબળ (Election 2022 ) જોવા મળતું નથી.

કોંગ્રેસ પાસેથી ફરી બેઠક પાછી લેવાનો પડકાર

અગાઉની ચૂંટણીના પરિણામ- ટંકારા પડધરી વિધાનસભા બેઠક પર (Tankara Paddhari Assembly Seat ) યોજાયેલી અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો 2012માં ભાજપ તરફથી મોહન કુંડારિયા ઉમેદવાર હતાં જેમને 63,630 મત મળ્યાં હતાં. તો કોંગ્રેસના મગનભાઈ વડાવીયાને 48,223 મત મળતાં ભાજપના મોહન કુંડારિયાની 15,407 મતોથી જીત થઇ હતી. તો 2014માં પેટાચૂંટણીમાં ભાજપના બાવનજી મેતલીયાને 65,833 જ્યારે કોંગ્રેસના લલીત કગથરા 5,4102 મત મળતાં ભાજપની જીત થઇ હતી.

તે બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ( Gujarat Assembly Election 2017 ) પરિણામો જોઇએ તો ભાજપના ઉમેદવાર (Raghavji Gadara Seat ) રાઘવજી ગડારાને 64,320 અને કોંગ્રેસના (Lalit Kagathara Seat) લલીત કગથરાને 94,090 મત મળતાં આ બેઠક 29770 મતો તફાવત સાથે કોંગ્રેસના ખોળામાં આવી હતી.

આ બેઠકની જાણીતી વાતો
આ બેઠકની જાણીતી વાતો

ટંકારા પડધરી વિધાનસભા બેઠકની ખાસિયત- ટંકારા નજીકથી પસાર થતો સ્ટેટ હાઈવે બનીને તૈયાર થયો છે અને ઓવરબ્રિજ કામો પણ પૂર્ણ થઇ જતા ટંકારા તાલુકાના મોટાભાગના રહીશોને તેનો લાભ મળી રહ્યો છે આ વિધાનસભ બેઠક (Tankara Paddhari Assembly Seat )પર મહત્વની ઓળખની વાત કરીએ તો આર્ય સમાજ મંદિર દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન, કપાસ ઓઈલ મિલ ઉદ્યોગ અને પડધરી વિસ્તારમાં જીનીંગ ઉદ્યોગ છે.ખાવાપીવાની ફેમસ ચીજવસ્તુઓ જોઇએ તો ટંકારા પંથકમાં દાબેલી, રગડો જેવી વાનગીઓ વધુ ખવાય છે. ટંકારાવાસીઓ ખાવાપીવાના ખાસ શોખીન છે. સ્વામી દયાનંદ સરસ્વતીની ભૂમિના રહેવાસીઓ સ્વાભાવિક જ આધ્યત્મ તરફ વળેલા હોય સાથે જ ખાવાપીવામાં પણ ટંકારાવાસીઓ અગ્રેસર જોવા મળે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે

ટંકારા પડધરી વિધાનસભા બેઠકની માગણી- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) આ બેઠક પર કયા ગ્રાઉન્ડ પર લડાઇ શકે(Tankara Paddhari Assembly Seat ) તે વિચારીએ તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. ટંકારાના ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન જોવા મળતો હોય છે જે બાબતે નારાજગી જોવા મળી શકે છે.

હજુ આ વાતો મહત્ત્વની છે
હજુ આ વાતો મહત્ત્વની છે

તો ખેડૂતોને પાક વીમો અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે અનેક વખત રજુઆતો થઇ છે. શહેરમાં રોડ રસ્તાઓ ઠીક ઠીક છે. ટંકારા દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ હોવા છતાં તેને સમાવેશ તીર્થધામમાં કરવામાં આવતો નથી. નાના મોટા રસ્તાના કામો સિવાય કોઈ ખાસ કામ કરવામાં આવ્યું નથી. રોડની સ્થિતિ સામાન્ય છે. વર્ષો બાદ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું તે પણ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખેડૂતોની સમસ્યાઓ, વીજ પુરવઠો,સિંચાઈ વગેરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.