મોરબી: માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર નજીક દરિયામાં શનિવારે (Coal filled ship sank in the sea) સાંજે કોલસા ભરેલું જહાજ ડૂબવાનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ૧૨૦૦ ટન કોલસો ભરેલું બાજ દરિયામાં ગરકાવ થયું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઇ નથી.
ખરાબ હવામાનને કારણે બાજ ડૂબ્યું: નવલખી નજીક દરિયામાં કોલસા ભરેલું જહાજ ખરાબ હવામાનને કારણે સિદ્ધસાગર નામનું જહાજ દરિયામાં ગરકાવ થયું છે. તે જહાજમાં અંદાજે ૧૨૦૦ ટન કોલસો ભરેલ હતો (કોલસા ભરેલું જહાજ ડૂબ્યું) અને તે બાજ વેસેલ પરથી કોલસો ભરી પરત ફરતું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. આ બાજ શ્રીજી શીપીંગ કંપનીનું હતું. નવલખી પોર્ટના અધિકારી નીરજ હીરવાણીએ જણાવ્યું હતું કે, તેમાં ભરેલ કોલસાનો મોટો જથ્થો પણ (Lost 1500 tons of coal) પાણીમાં ગરકાવ થતા ધણું નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોર્ટ ઓફિસરે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
પોર્ટ ઓફિસરે તપાસના આદેશ આપ્યા: નવલખી પોર્ટના અધિકારી નીરજ હીરવાણીએ જણાવ્યું હતું કે આ બનાવ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કોની બેદરકારીથી દુર્ઘટના સર્જાઈ તેની તપાસ કરવામાં આવશે. આ તપાસમાં કોઈ દોષિત નિકળશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.