- વાલમ ગામના લાભાર્થી અરજદાર વિધવા સહાયથી વંચિત
- તંત્રના વાંકે વિધવા મહિલા લાચાર બન્યા
- વિધવા અરજદારની રજૂઆત પ્રાંત અધિકારીને કરાઈ
મહેસાણાઃ વિસનગર તાલુકાના વાલમ ગામે રહેતા ઠાકોર શાંતાબેન મંગાજી તેમના પતિનું વર્ષ 2005માં અવસાન થયું હતુ. તેમને સંતાનો ન હતા તેઓ મજૂરી કરી અને જાતે કામ કરી પેટિયું રેડવતા હતા. જોકે, છેલ્લા વર્ષોથી તેઓ મજૂરી કામ ન કરી શકતા હોવાથી તેઓ જિંદગી સામે લાચાર બન્યા હતી, ત્યારે સરકારની મોટી મોટી જાહેરાતોના કારણે તેમણે વિધવા સહાય માટે અરજી કરેલી જેનો હુકમ વર્ષ 2019માં થયો હતો પરંતુ તંત્રની લાપરવાહીના કારણે તેઓને સહાય મળતી ન હતી, ત્યારે અનેક રજૂઆતો બાદ પણ વિધવા સહાય ન મળતા તેમની દયનિય સ્થિતિ બની હતી. જેને લઇને વાલમ ગામના લોકો તેમને પથારી વસ હોવા છતાં ખાટલામાં જ વિસનગર પ્રાંત કચેરી લાવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી, ત્યારે અધિકારી કેમેરા સામે બોલવાનો ઇન્કાર કરી અરજદારને આવતા માસથી સહાય રાબેતા મુજબ મળવાપાત્ર થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતુ. તો વિધવા સાથે આવેલા ગામ લોકોએ તંત્રના કારણે મહિલાને થયેલી પરેશાની માટે નારાજગી વ્યક્ત કરી હતી.
આપણ વાંચોઃ વડોદરામાં વિધવા સહાય પેન્શનનો લાભ મેળવવા માટે લાભાર્થીઓના ધરમધક્કા