મહેસાણા : શિયાળામાં દરેકમાં ઘરે બનતા એવા તુવેરના ટોઠા જે દરેકના પ્રિય હોય છે.અને તેને અલગ-અલગ રીતે ખાવામાં આવે છે. અમુક લોકોને રસાવાળા ભાવે,કોઇને લચકા પડતા ભાવે અને તુવેરના ટોઠાને ભાત,પરોઠા,બ્રેડ કે પછી એકલા પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો આવો જાણીએ તુવેર ટોઠાની રેસિપી...
તુવેરના ટોઠા બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ તેલ
- 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
- 1 ટેબલ સ્પૂન લીલામરચાંની પેસ્ટ
- 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
- 1 બાઉલ લીલું લસણ
- 2 /3 નંગ સૂકી ડુંગળીની ગ્રેવી
- 2/3 નંગ ટામેટાની ગ્રેવી
- 2 ટેબલ સ્પૂન લાલ મરચું
- 1 ટી સ્પૂન હળદર
- 2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ
- સ્વાદઅનુસાર મીઠું
- 300 ગ્રામ બાફેલી સૂકી તુવેર
- 1 ટેબલ સ્પૂન બટર
તુવેરના ટોઠા બનાવવાની રીત
- સૌપ્રથમ એક પેનમાં 200 ગ્રામ તેલ લેવુ (તેલનું પ્રમાણ વધારે ઓછુ કરી શકાય છે, પરંતુ તેલનું પ્રમાણ વધારે રાખવું કારણ કે, આમા આપણે પાણી ઉપયોગ કરવાના નથી)
- તેલ ગરમ થાય એટલે તેમા 1 ટેબલ સ્પૂન જીરું, 2 મરિયા, 2 લવિંંગ નાખવા 1 ટેબલ સ્પૂન બટર 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ નાખવી,લસણની પેસ્ટ બરાબર શેકાય એટલે તેમાં 1 ટેબલ સ્પૂન લીલામરચાં ની પેસ્ટ નાખવી. (લીલા મરચાંનું પ્રમાણ વધારે ઓછુ કરી શકાય છે.)
- જે બાદ આદુની પેસ્ટ નાંખવી
- લીલા મરચાં શેકાય એટલે તેમાં 1 બાઉલ લીલું લસણ ઉમેરવું
- લીલા લસણને બરાબર શેકાવા દેવું, લીલુ લસણ બરાબર શેકાય. જે બાદ સૂકી ડુંગળી ઉમેરવી
- ત્યારબાદ ડુંગળીને 3 /4 મિનિટ સુધી બરાબર શેકવી, ત્યાર બાદ ટામેટાની ગ્રેવી નાખવી
- બરાબર શેકાય જાય એટલે તેમા 2 ટેબલ સ્પૂન લાલ મરચું (મરચાનું પ્રમાણ તમે તમારા સ્વાદપ્રમાણે ઓછુ કરી શકો છો), 1 ટી સ્પૂન હળદર ,2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ ઉમેરવું ત્યારબાદ તેમા સ્વાદઅનુસાર મીંઠુ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લેવું
- બરાબર મિક્સ થઇ જાય એટલે તેમા 300 ગ્રામ બાફેલી સૂકી તુવેર ઉમેરવી (સૂકી તુવેરને 7 થી 8 કલાક પલાળીને તેમા મીંઠુ નાખી 8 સીટી વગાડી બાફી લેવી) તુવેર ઉમેર્યા પછી તેને 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરી લેવું તુવેર નાખ્યા બાદ તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવવા દેવું (વાનગીમાં આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી તેથી તેલનું પ્રમાણ વધુ રાખવું)
- તો હવે તૈયાર છે એકદમ ટેસ્ટી તુવેરના ટોઠા જેને કોથમીર ,સેવ અને સૂકી ડુંગળીથી ગાર્નિસિંગ કરવું
- તુવેરના ટોઠાને ઘઉંની બ્રેડ સાથે સર્વ કરીશું...