ETV Bharat / state

લોકડાઉનમાં આર્થિક રીતે પીસાયેલા વેપારીઓને મદદરૂપ થવા નિતિન પટેલે સહકારી અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફ્રાન્સ યોજી

લોકડાઉનમાં આર્થિક રીતે ભાંગી પડેલા વેપારીઓને મદદરૂપ થવા નાયબ મુખ્યપ્રધાને સહકારી અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફ્રાન્સ યોજી હતી.

etv bharat
ના.મુખ્યમંત્રીએ સહકારી અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફ્રાન્સ યોજી
author img

By

Published : May 7, 2020, 8:55 PM IST

મહેસાણા: છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં તમામ નાના અને મધ્યમ વેપારીઓની દુકાનો બંધ છે. કારીગરોની રોજગારી પણ બંધ છે અને કોઇપણ પ્રકારનું કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા લાખો વ્યક્તિઓની આવક ખૂબજ ઓછી થઇ ગઇ છે અથવા તો બંધ થઇ ગઇ છે.

etv bharat
ના.મુખ્યમંત્રીએ સહકારી અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફ્રાન્સ યોજી
etv bharat
ના.મુખ્યમંત્રીએ સહકારી અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફ્રાન્સ યોજી

આ લાખો લોકોને રાજ્યની નાગરીક સહકારી બેંકો મોટા પ્રમાણમાં લોન આપે અને આ લોન પરના વ્યાજમાં રાજ્ય સરકાર વ્યાજ સહાય સબસીડી આપે તે માટેનું પેકેજ તૈયાર કરવા માટે ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશન અને જિલ્લા સહકારી બેંકોના ફેડરેશન સાથે તથા આ બેંકોના અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે ચર્ચા કરી હતી. તેમજ આ પેકેજ તૈયાર કરી માનનિય મુખ્યપ્રધાન સાથે ચર્ચા વિચારણા કરી, આ યોજનાની જાહેરાત કરવામાં આવશે. જેનો લાભ નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.