ETV Bharat / state

શિવરાત્રીના પર્વ પર બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે આવ્યા - gujarat news

વડનગરમાં ભારત ખાતેના બાંગ્લાદેશના હાઇ કમિશ્નર યુત મુહમ્મદે મુલાકાત કરી હતી. આ મુલાકાત વખતે હાઇ કમિશ્નર યુત ઇમરાનના સન્માન રૂપે સામાજિક અગ્રણી સોમભાઈ મોદીએ તેમને રુદ્રાક્ષ ભેટ આપ્યું હતું. બાંગ્લાદેશના હાઇ કમિશ્નર યુત મુહમ્મદ વડનગર ખાતે વિસામો વૃદ્ધાશ્રમ, હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર રેલવે સ્ટેશન, મેડિકલ કોલેજ, કીર્તિતોરણ અને વડનગરમાં ચાલી રહેલી ઉત્તખનન સાઈટની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશના હાઈ કમિશ્નર યુત મુહમમદ ઇમરાને પોતાની પત્ની સાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

મહેમાન બનેલા બાંગ્લાદેશી હાઈ કમિશ્નરે વડનગરના વિવિધ સ્થળો નિહાળ્યાં

author img

By

Published : Mar 11, 2021, 8:22 PM IST

  • બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે
  • હાઇ કમિશ્નરનું સ્વાગત સોમાભાઈ મોદીએ રૂદ્રાક્ષ આપી કર્યું
  • દરવર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવી

આ પણ વાંચોઃ ખેડામાં મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી

મહેસાણાઃ ઐતિહાસિક નગરી એવી વડનગરમાં શિવરાત્રીના પર્વ પર દાદા હાટકેશ્વરના પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે આ પ્રસંગે બાંગ્લાદેશના હાઈ કમિશ્નર યુત મુહમમદ ઇમરાને પોતાની પત્ની સાથે હાજરી આપી હતી.

બાંગ્લાદેશના હાઈ કમિશ્નર અને તેમની પત્ની

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી નિમિત્તે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન

મહેમાન બનેલા બાંગ્લાદેશી હાઈ કમિશ્નરે વડનગરના વિવિધ સ્થળો નિહાળ્યાં

બાંગ્લાદેશના હાઈ કમિશ્નર યુત મુહમમદે વડનગરમાં હાટકેશ્વર મંદિર, પુરાતત્વ વિભાગની સાઇટ, કીર્તિ તોરણ, મેડિકલ કોલેજ સહિતના મહત્વના સ્થળોની મુલાકાત કરી હતી. વડનગરના મહેમાન બનેલા બાંગ્લાદેશી કમિશ્નર યુત મુહમમદનું વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને શહેરના અગ્રણીઓએ સ્વાગત કરી રુદ્રાક્ષનું સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.

શિવરાત્રીના પર્વ પર બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે આવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.