મહેસાણાઃ વડસ્મા કોલેજમાં 21 વર્ષીય યુવતીના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. યુવતી સાથે અભ્યાસ કરતા યુવકે જ યુવતીનું મોઢું નાક દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યાના આરોપી પ્રણવ ગાવીતની ધરપકડ પોલીસે કરી લીધી છે. મહેસાણાના વડસ્મા ગામે આવેલી SPC સંસ્થાની નવીન બની રહેલ ફાર્મસી લેબમાં મળેલી યુવતીની ડેડબોડી મામલે આપઘાત નહીં પણ હત્યા કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: વૃદ્ધે યુવાનને સાચી સલાહ આપી, યુવાને એને કાયમ માટે સૂવડાવી દીધા
પિતાએ કરી ફરિયાદઃ મૃતક યુવતીના પિતાએ દીકરીના મોત મામલે કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવકે તેને અંગત વાતો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. પજવણી કરી હતી. પછી તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરી હત્યા કરી હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન હત્યા સામે આવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
અન્ય વિદ્યાર્થીઓની વાતઃ બનાવના દિવસે તે તિતિક્ષાને લેબમાં લઈ જતો જોવા મળ્યો હોવાની જાણ થઈ હતી. જ્યાં કોલેજના અન્ય વિદ્યાર્થી ભાવિન અરવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમની દીકરીનું આ પ્રણવ દ્વારા મોઢું અને નાક દબાવી હત્યા કરાઈ હતી. જે આધારે મૃતકના પિતાએ લાઘણજ પોલીસ મથકે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રણવ દલસુખભાઈ ગાવીતને વલસાડ જિલ્લામાં તેના ઘર નજીક થી ઝડપી લીધઓ છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે.
અગાઉ ઘરે ગયો હતોઃ મૃતક યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ આધારે આ આરોપી યુવક પ્રણવ ગાવીત એક વર્ષ અગાઉ વેકેશનમાં તેમના ઘરે પણ આવ્યો હતો. જેથી તે તેમની દીકરી સાથે એક વર્ષ થી સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. મૃતક યુવતીના દેહ પરના ઘરેણાં તૂટેલી હાલતમાં મળતા અને ફોન ગુમ હોઈ જબરજસ્તી કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. યુવતીના ગળામાં પહેરેલ કંઠી, દોરો અનવ ચેન સહિતના ઘરેણાં તુટેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ યુવતીનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ યુવતી સાથે કોઈએ જબરજસ્તી કરી હોવાની શંકા ઉપજી હતી.
રાજસ્થાન ભાગ્યોઃ આ હત્યા બાદ યુવક યુવતીનો મોબાઈલ લઈ રાજસ્થાન ભાગી નીકળ્યો હતો. યુવતી હત્યા પ્રકરણમાં યુવકે સાથે અભ્યાસ કરતી યુવતી સાથે લાગણીઓ બાંધી ઘણો લાંબો સમય મિત્રતાના સબંધો રાખ્યા હતા. બનેં વચ્ચે સંજોગો વિપરીત બનતા યુવકે યુવતીને પામવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સહમત ન થતા યુવકે તેને લેબમાં લઈ જઈ નાક મોઢું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ યુવક યુવતીનો મોબાઈલ ફોન લઈ રાજસ્થાન તરફ ભાગી છૂટ્યો હતો.
હોસ્ટેલમાંથી બે દિવસ ગુમઃ વડસ્મા ખાતે ફાર્મસી કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 28 એપ્રિલથી ગુમ હતી. છતાં સંસ્થાના સંચાલકોના પેટનું પાણી પણ હલ્યું ન હતું. જ્યારે વોટસએપ ગ્રૂપના ચોંકાવનારા મેસેજ મળ્યા અને દીકરીનો ફોન બંધ આવ્યો. પરિવાર સંસ્થા ખાતે દોડી આવ્યો હતો. હોસ્ટેલ અને કોલેજ સંસ્થાના સંચાલકોએ એક તિતિક્ષા ગુમ હોવાની વાતને સાધારણ માની તેમના પરિવારને CCTV ફૂટેઝ આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. ત્રણ-ચારવાર CCTV કેમેરા જોવા અપીલ કર્યા બાદ અંતે પરિવાર સંચાલકોમાં પગમાં પડી જતા CCTV બતાવ્યા હતા.
રૂબરૂ તપાસ કરાઈઃ મૃતક યુવતી તિતિક્ષાના પિતા નટુભાઈ ખુશાલભાઈ ધોળીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમની દીકરી અને તેની સાથે અભ્યાસ કરતા પ્રણવ દલસુખભાઈ ગાવીત બન્ને જણા તારીખ 28 તારીખથી ગુમ હતા. તેવામાં તેમની દીકરીના વોટસએપ નમ્બર થી યુવકે 'ડોટ' નામનું વોટસએપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં યુવતીના પરિચિતો અને પોતાનો નંબર એડ કર્યો હતો. જે બાદ યુવકે યુવતી અને તેના મિત્રો સાથે થયેલા ચેટ મેસેજનો વીડિયો અને તે બનેં વચ્ચેની વાતોની ઓડિયો કલીપ વાઇરલ કરી યુવતીને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ જ્યારે યુવતીનો સંપર્ક કર્યો એ સમયે એનો મોબાઈલ સ્વીચઓફ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં કૉલેજની તપાસ કરી હતી.
આ પણ વાંચોઃ Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ
ફરાર હતો આરોપીઃ દીકરીને શોધવા તેનો પરિવાર તારીખ 29 એપ્રિલના રોજ વડસ્મા ખાતે આવેલ SRI કોલેજમાં આવ્યો હતો. જ્યાં કોલેજની બાજુની અવાવરૂ બિલ્ડીંગના બીજા માળ પરની લેબ માંથી દીકરીનો મૃતદેહ મળ્યો હતો. આરોપી પ્રણવ ગાવીત ફરાર હતો. જેથી બનાવ મામલે આશંકા જતા મૃતકના પિતાએ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા પ્રાણવ ગાવીત તેમની દીકરીને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. એ વાત સામે આવી હતી.
શું હતી ઘટનાઃ મહેસાણા તાલુકાના વડસ્મા ગામે આવેલ શ્રીસત્સંગી સાંકેતધામ રામ આશ્રમ સંસ્થાનની નવીન બની રહેલ બિલ્ડીંગના બીજા માળની ફાર્મસી લેબમાં તારીખ 28 એપ્રિલના રોજ 21 વર્ષીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક સ્થિતિ જોતા યુવતીનું અકસ્માતે મોત અંગે તેના પિતાની જાણવાજોગ નોંધી હતી. યુવતીના મોત મામલે પોલીસ અને તેના પરિવારે ઊંડાણપૂર્વ તપાસ કરતા યુવતીના મોત પાછળ યુવતીનો આપઘાત નહિ પરંતુ તેની હત્યા થઈ હોવાનું કારણ સામે આવ્યું હતું.