મહેસાણા નજીક આવેલ બલોલ ગામે છેલ્લા કેટલાક દિવસથી ગામના અસામાજિક તત્વો દ્વારા એક મહિલાનો પીછો કરી હેરાનગતિ કરવામાં આવતી હતી, જોકે શરમ અને ભયના કારણે મહિલા સહન કરતી રહી ત્યારે તેની કમજોરી સમજી રોમિયોગોરી કરતા એક નબીરાએ બહાર જતી મહિલાનો હાથ પકડી શારીરિક છેડતી કરી હતી.
જોકે ઘટનાની જાણ થતાં મહિલાના પતિએ ઠપકો આપ્યો હતો, ત્યારે ગામમાં અન્ય શખ્સોની મદદ લઈ આરોપી દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે ગામમાં બે જુદી-જુદી કૌમના જૂથ વચ્ચે સામાન્ય અથડામણ થતા સાંથલ પોલીસે ગામમાં બંદોબસ્ત પૂરો પાડી ટોળાને વિખેર્યા હતા અને સાથે જ પોલીસે મહિલાની છેડતી કરનાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.