મહેસાણા : દેશ કોરોના વાઇરસની મહામારીમાં સપડાયો છે, ત્યારે ગુજરાત રાજ્ય કોરોના સંક્રમિત તરીકે દેશમાં બીજો નંબર મેળવી ચૂક્યું છે. છતાં આજે પણ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની લાલીયાવાળી ‘જેેશે થે’ની સ્થિતિમાં જોવા મળી રહી છે, ત્યારે આવો જોઈએ કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવનાર દર્દીઓને વડાપ્રધાન મોદીના વતન વડનગરની સરકારી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે પણ દર્દીઓ તંત્ર સામે આક્ષેપ કરતા સારવારના નામે મીંડુ અને સુવિધાઓનો પણ અહીં અભાવ હોવાનું જણાવી રહ્યા છે.
દર્દીઓ માટે પાણી ખોરાકની અસુવિધા સાથે એક મહિલા દર્દીએ તો પોતાના નાના બાળક માટે દૂધ કે ખાવા પીવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો ગંભીર આક્ષેપ કરી મહેસાણા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રની પોલ છતી કરી છે, ત્યાં સવાલ એ પણ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સરકારમાં પોતે સતત દર્દીઓ અને હોસ્પિટલોની દેખરેખ પર ધ્યાન આપે છે તેવા દાવા કરે છે, ત્યારે શું મહેસાણા કલેક્ટર કે આરોગ્ય અધિકારીને દર્દીઓની આ સમસ્યાઓ ધ્યાને આવી નહિ હોય...?