ETV Bharat / state

મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું - વરિયાળી પકડાઇ

મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી CIDની ટીમે ભેળસેળ કરેલી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપી પાડ્યું છે. જેના સેમ્પલ લઈ FSLમાં તપાસ કરાવતા વરિયાળી પર કલર કોટિંગ કરી કેમિકલ પ્રોસેસિંગ કરાઈ હોવાનું FSL તપાસમાં સામે આવ્યું હતું. ઊંઝા પોલીસ મથકે ફેંકટરી સંચાલક વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Mehsana
મહેસાણા
author img

By

Published : Oct 10, 2020, 6:51 AM IST

  • મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું
  • CIDની ટીમે ભેળસેળ કરેલ હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપી પાડ્યું
  • ગુણવત્તાહીન વરિયાળી સસ્તા ભાવે લાવી કલર કેમિકલથી ભેળસેળ કરવાનું ચાલતું હતું કૌભાંડ
  • ક્રાઇમની ટીમે વરિયાળીના સેમ્પલ લઈ FSLમાં તપાસ કરાવી
  • FSL રિપોર્ટમાં વરિયાળી કેમિકલ અને કલરની ભેળસેળવાળી હોવાનું સામે આવ્યું
  • ઊંઝા પોલીસ મથકે ફેંકટરી સંચાલક વિરુદ્ધ ગુન્હો નોધાયો

મહેસાણા : જિલ્લામાં આવેલી રાજ્યના સ્પાઇસ સીટી તરીકે જાણીતા ઊંઝા ખાતે વરિયાળી અને જીરું બજારનું મોટું પીઠું આવેલું છે. જોકે, હવે ઊંઝા વિસ્તારમાંથી વરિયાળી લેતા ગ્રાહકોને સાવચેતી રાખવા ટકોર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, જે ઊંઝાના મસાલાની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. તેવા ઊંઝા નજીક આવેલા વરિયાળીની ફેક્ટરીઓમાં સસ્તી વરિયાળી લઈ કેમિકલ અને કલર ચડાવી ઊંચા ભાવ મેળવવા જન આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું કૌભાંડ સીએફસી સેલ CIDની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું
ઊંઝાના મકતુપુર ખાતે તેજેન્દ્રપ્રસાદ સ્કૂલની સામે આવેલી એક ખાનગી પ્રોસેસિંગ યુનિટમાં ગુરુવારે સીએફસી સેલ CID ક્રાઇમની ટીમે દરોડા પાડી શંકાસ્પદ વરિયાળીનું જથ્થો ઝડપી પાડ્યો હતો. જેના સેમ્પલ લઈ FSLમાં તપાસ કરાવતા વરિયાળી પર કલર કોટિંગ કરી કેમિકલ પ્રોસેસિંગ કરાઈ હોવાનું FSL તપાસમાં સામે આવ્યું હતું. જેને પગલે ઊંઝા પોલીસ મથકે સરકાર તરફથી ફરિયાદ નોંધાવતા ઊંઝા પોલીસે ફેકટરી સંચાલક રાકેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ બન્ને સગ્ગાભાઈની વરિયાળી કૌભાંડ આચરી જનારોગ્ય સાથે ચેડાં કરાતા હોવા મામલે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.