દેશનાં અર્થતંત્રની સાથે કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં આવતા મજૂરોની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. સરકાર દ્વારા નાણાકીય વ્યવહારમાં 2 ટકા TDS લગાવવા મામલે નારાજગી જતાવી સતત 4 દિવસથી માર્કેટયાર્ડ બંધ રાખી વેપારીઓ વડાપ્રધાનને મળવા દિલ્લી પહોંચ્યા હતા.
દિલ્લી પહોંચેલા ઊંઝા માર્કેટયાર્ડનાં ચેરમેન, વાઈસ ચેરમેન અને વેપારી મંડળનાં આગેવાનોને વડાપ્રધાનની મુલાકાત થઈ શકી નથી. પરંતુ, ઊંઝાના સ્થાનિક ધારાસભ્ય સાથે રહી ઊંઝાથી દિલ્લી ગયેલા ડેલીગેશને TDS મામલે કેન્દ્રીય નાણાપ્રધાન સાથે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, TDSએ નાણાકીય વ્યવહારોની પારદર્શકતા લાવવા વ્યવસ્થાનાં ભાગરૂપે સરકારનો પ્રયાસ રહ્યો છે.
TDS મામલે રજુઆત કરવા ઊંઝા માર્કેટયાર્ડથી ડેલીગેશન દિલ્હી પહોંચ્યું - mehsana news
મહેસાણા: સરકાર દ્વારા નાણાકીય વ્યવહાર પર 2 ટકા જેટલો TDS લગાવવામાં આવતા TDSથી નારાજ વેપારીઓ દ્વારા મહેસાણા સહિત રાજયનાં અનેક ખેતીવાડી બજારો છેલ્લા 4 દિવસથી બંધ રાખવામાં આવ્યા છે. જેને પગલે કરોડોનું ટર્નઓવર અટકી પડ્યું છે. TDS મામલે રજુઆત કરવા ઊંઝા માર્કેટયાર્ડથી ડેલીગેશન દિલ્હીમાં પહોંચ્યું હતું.
દેશનાં અર્થતંત્રની સાથે કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં આવતા મજૂરોની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. સરકાર દ્વારા નાણાકીય વ્યવહારમાં 2 ટકા TDS લગાવવા મામલે નારાજગી જતાવી સતત 4 દિવસથી માર્કેટયાર્ડ બંધ રાખી વેપારીઓ વડાપ્રધાનને મળવા દિલ્લી પહોંચ્યા હતા.
દિલ્લી પહોંચેલા ઊંઝા માર્કેટયાર્ડનાં ચેરમેન, વાઈસ ચેરમેન અને વેપારી મંડળનાં આગેવાનોને વડાપ્રધાનની મુલાકાત થઈ શકી નથી. પરંતુ, ઊંઝાના સ્થાનિક ધારાસભ્ય સાથે રહી ઊંઝાથી દિલ્લી ગયેલા ડેલીગેશને TDS મામલે કેન્દ્રીય નાણાપ્રધાન સાથે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, TDSએ નાણાકીય વ્યવહારોની પારદર્શકતા લાવવા વ્યવસ્થાનાં ભાગરૂપે સરકારનો પ્રયાસ રહ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજારોમાં TDSની સમસ્યા લઈને ઊંઝા માર્કેટયાર્ડ ડેલીગેશને નાણાં પ્રધાનની મુલાકાત કરીBody:
તાજેતરમાં સરકાર દ્વારા નાણાકીય વ્યવહાર પર 2 ટકા જેટલો TDS લગાવવમાં આવતા TDS થી નારાજ વેઓરીઓ દ્વારા મહેસાણા સહિત રાજ્યના અનેક ખેતીવાડી બજારો છેલ્લા 4 દિવસ થી બંધ રાખવામાં આવ્યા છે જેને પગલે કરોડોનું ટર્નઓવર અટકી પડ્યું છે જેની અસર દેશના અર્થતંત્રની સાથોસાથ કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં આવતા મજૂરોની રોજી રોટી પર પણ પડી રહી છે ત્યારે સરકાર દ્વારા નાણાકીય વ્યવહારમાં 2 ટકા TDS લગાવવા મામલે નારાજગી જતાવી સતત 4 દિવસ થી માર્કેટયાર્ડ બંધ રાખી વેપારીઓ વડાપ્રધાનને મળવા દિલ્લી પહોંચ્યા હતા જોકે દિલ્લી પહોંચેલા ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન, વા.ચેરમેન અને વેપારી મંડળના આગેવાનોને વડાપ્રધાનની મુલાકાત નથી થઈ શકી પરંતુ ઊંઝાના સ્થાનિક ધારાસભ્ય સાથે રહી ઊંઝા થી દિલ્લી ગયેલા ડેલીગેશને TDS મામલે કેન્દ્રીય નાણાંપ્રધાનની મુલાકાત કરી રજુઆત કરવામાં આવી છે મહત્વનું છે કે TDS એ નાણાકીય વ્યવહારોની પારદર્શકતા લાવવા વ્યવસ્થાના ભાગરૂપે સરકારનો પ્રયાસ રહ્યો છે ત્યારે ખેતીવાડી બજારોના વેપારમાં જાણે કેમ આ TDS આંખમાં કાંકરીની જેમ ખૂંચી રહ્યો છે Conclusion:
એક તરફ મહેસાણા જિલ્લાને રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે અને આ જ જિલ્લા માંથી વર્તમાનમાં દેશના વડાપ્રધાનન અને ગૃહ પ્રધાન કેન્દ્રમાં રાજ કરી રહ્યા છે ત્યારે APMCમાં વર્તાઈ રહેલા TDSના દુઃખનો અંત નાણાં પ્રધાનને કરેલી રજુઆત થી આવશે કે કેમ તે તો જોવું રહ્યું..!
રોનક પંચાલ, ઈટીવી ભારત , મહેસાણા
રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા