ETV Bharat / state

પિલુદરા ગામે માટી ખનન કૌભાંડ મામલે સરપંચ સહિત 11 સભ્યોને DDO દ્વારા બરતરફ કરાયા - Mehsana

મહેસાણામાં બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. કંપની દ્વારા ગામની ગોચર જમીનમાં કોઈ મંજૂરી વિના માટીનુ ખનન કામ કર્યુ હત જેથી કંપનીને 4,84,670નો દંજ કરવામાં આવ્યો હતો અને DDOઓના 11 સભ્યોને બરતરફ કરવામાં આવ્યા હતા.

YY
પિલુદરા ગામે માટી ખનન કૌભાંડ મામલે સરપંચ સહિત 11 સભ્યોને DDO દ્વારા બરતરફ કરાયા
author img

By

Published : Jun 3, 2021, 1:37 PM IST

  • 4313.18 મેટ્રિક ટન માટીનું કોઈ મંજૂરી લીધા વિના ખનન
  • DDOના 11 સભ્યોને બરતરફ કરવામાં આવ્યા
  • 4,84,670 રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો

મહેસાણા: જિલ્લામાં 3 વર્ષ અગાઉ ગૌચર જમીન માંથી 4313.18 મેટ્રિક ટન માટીનું કોઈ મંજૂરી લીધા વિના ખનન કરવામાં આવ્યું હતું. આ કેસમાં કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યાવાહી ન કરતા DDOના 11 સભ્યોને બરતરફ કરવામાં આવ્યા હતા.

4 લાખ ઉપરનો દંડ વસુલવામાં આવ્યો

તાલુકાના પિલુંદરા ગામે આજથી 3 વર્ષ અગાઉ ગામની નજીક થી પસાર થતી રેલવે લાઈનના કામકાજ માટે બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. કંપનીના વાહન દ્વારા ગામની ગૌચર જમીન માંથી 4313.18 મેટ્રિક ટન માટી ખનન કરાયું હતું જેને લઈ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સમાધાન બેઝ પર 4,84,670 રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના રાયપુરમાં ડુંગરોમાં થતા ખનન અટકાવવા ગ્રામજનોની માગ

મંજૂરી લીધા વિના ખનન પક્રિયા

ગામની ગૌચર જમીનને કલેક્ટર કે ઉપરી કચેરીઓની પૂર્વ મંજૂરી લીધા વિના જ માટી ખનન કરી ખાડા પાડી દઈ નુક્સાન કરવામાં આવતા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના હોદેદારો પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

11 સભ્યોને બરતરફ કરાયા

આ બનાવ અંગે ગ્રામપંચાયત દ્વારા ભીનું સંકેલવામાં આવ્યું હોય તેમ માટી ખનન કરનાર રેલવે કોન્ટ્રાકટર સામે કોઈ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી ન કરવામાં આવી નહોતી અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને ગુજરાત પંચાયત અધિનિયમન 1993ની કલમ 57ની પેટ કલમ(1) મુજબ પોતાની ફરજ પર કસૂરવાર હોઈ બેલેન્સ ઓફ કન્વેનિયન્સ તેમની તરફેણમાં ન હોઈ તેમની વિરુદ્ધ હુકમ કરતા તેમના હોદ્દા પર થી બરતરફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.