ETV Bharat / state

આખેઆખી બીએડ કોલેજનો વેપલો, રીનોવેશનના નામે ધ્વસ્ત કરી જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ!

વિસનગરમાં બીએડ કોલેજને રીનોવેશનના નામે ધ્વસ્ત કરી તેની જમીન કોમર્શિઅલ માર્કેટમાં વેચી દેવાઈ હોવાની વાત બહાર આવી છે. આ મામલે કોલેજ ટ્ર્સ્ટ સામે ગંભીર આક્ષેપ છે કે તેઓ ઠગાઈ કરી કોલેજ અન્યત્ર ખસેડી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષથી કોલેજને ભાડાંના મકાનમાં ખસેડી પણ દીધી છે.

આખેઆખી બીએડ કોલેજનો વેપલો, રીનોવેશનના નામે ધ્વસ્ત કરી જમીન બિલ્ડરોને પીરસી દેવાઈ!

author img

By

Published : Jun 5, 2020, 5:50 PM IST

વિસનગરઃ વિસનગર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનો પ્રવાહ વહેતો કરનાર શૈક્ષણિકનગરી તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ નગરીમાં શિક્ષણનું કાસળ કાઢી સોદાબાજીનો વેપાર શરૂ થયો છે. તાજેતરમાં એક જાગૃત નાગરિક દ્વારા વિસનગરમાં સંચાલિત સરકારી બીએડ કોલેજનું બિલ્ડીંગ એકાએક ધ્વસ્ત કરી દેવામાં આવતા માહિતી માંગવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

માહિતી મુજબ વિસનગરમાં શિક્ષણસંસ્થાઓના માફિયાઓ પોતાના અંગત લાભ માટે દ્વારા શૈક્ષણિક સંકુલો બિલ્ડરોને પીરસી દેવામાં આવતાં હોય તેવી હકીકતો સામે આવી છે. મહત્વનું છે વિસનગરમાં લક્ષ્મી કેળવણી મંડળ દ્વારા સંચાલિત સરકારી ગ્રાન્ટેડ બીએડ કોલેજમાં હાલમાં 103 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમની કોલેજ હાલમાં એક શાળામાં ભાડાના મકાનમાં ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ કોલેજ સંકુલને રીનોવેશન માટે યુનિવર્સિટીએ જુલાઈ માસમાં અંતિમ છ માસનો સમય આપ્યો હતો. જોકે સંસ્થાના સંચાલકોએ પોતાનો અંગત લાભ જોતાં જેતે સ્થળે કોલેજનું બિલ્ડીંગ રીનોવેશન કરવાને બદલે નામશેષ કરી દેવામાં આવ્યું છે.

આખેઆખી બીએડ કોલેજનો વેપલો, રીનોવેશનના નામે ધ્વસ્ત કરી જમીન બિલ્ડરોને પીરસી દેવાઈ!
આખેઆખી બીએડ કોલેજનો વેપલો, રીનોવેશનના નામે ધ્વસ્ત કરી જમીન બિલ્ડરોને પીરસી દેવાઈ!

અરજદારના આક્ષેપ મુજબ આ સંસ્થાના અણઘડ વહીવટથી કોલેજની જમીન વિસનગરના રાજકીય પંડિતોના હવાલે થઈ છે ત્યારે સંસ્થાના ટ્રસ્ટી આનંદ શાહ પોતે કેમેરા કે મીડિયા સાથે સંપર્કથી અળગા રહી પોતાના કરતૂત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ RTI થકી થયેલા ખુલાસામાં આજે 6 માસની રીનોવેશનની મુદતનો અંતિમ મહિનો વીતી રહ્યો હોવા છતાં ધ્વસ્ત કરી દેવાયેલ કોલેજની ઇમારત બનાવવા ઇંટ પણ મુકાઈ નથી.શૈક્ષણિકનગરી માનવામાં આવતા વિસનગરમાં શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાનો વેપાર આખરે ક્યારે અટકશે અને વિસનગરની સરકારી બીએડ કોલેજનું અસ્તિત્વ જળવાશે કે કેમ તે મોટો સવાલ ઉપસ્થિત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.