ETV Bharat / state

TDSનાં વિરોધમાં ઉત્તરગુજરાતનાં ખેતીવાડી બજારો બંધ, કરોડોનાં વેપાર ઠપ

મહેસાણા: ખેતીપ્રધાન દેશ ભારતમાં કૃષિ પશુપાલનનાં બે મુખ્ય વ્યવસાય પર અનેક ધંધાઓ આધારિત છે. ત્યારે, આ વ્યવસાયથી દેશનાં અર્થ તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતી સેવા સહકારને વેપારના ઉદ્દેશ સાથે નિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આજે ઉત્તર ગુજરાતમાં બંધ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા નાણાકીય વ્યવહારોમાં પ્રદર્શક્તા લાવવાનો પ્રયાસ કરાય રહ્યો છે. જેને પગલે સરકારે માર્કેટયાર્ડમાં થતા રોકડ વ્યવહારો પર પણ 2 ટકા જેટલો TDS લગાવ્યો છે.જેને પગલે અનેક માર્કેટયાર્ડનાં વેપારીઓ નારાજગી જતાવી રહ્યા છે.

TDSનાં વિરોધમાં ઉત્તરગુજરાતનાં ખેતીવાડી બજારો બંધ
author img

By

Published : Sep 4, 2019, 1:50 PM IST

વેપારીઓનાં મત મુજબ મહત્તમ 2 લાખ સુધીનાં રોકડ વ્યવહાર થતા હોય છે .ઉપરાંત RTGS સહિત ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાતું હોય છે. પરંતુ ખેડૂતો સાથે અને મજૂરો સાથે માર્કેટયાર્ડની કામગીરી જોડાયેલી હોઈ છે. કેટલાક વ્યવહાર રોકડમાં કરવા પડતા હોય છે જેમાં 2 ટકા TDS કપાતા ખેડૂતો અને વેપારીઓનાં ખેત ઉત્પાદનનાં વેપાર પર સીધી અસર પડી રહી છે.જેને જોતા માર્કેટયાર્ડનાં વેપાર પર સરકાર 2 ટકા TDS ન વસુલે તેવી માંગ કરવામાં આવી રહી છે. સાથે જ સરકારનાં આ 2 ટકા TDS લગાડવા મામલે એશિયાનાં પ્રથમ શ્રેણીના ઊંઝા માર્કેટયાર્ડ સહિત ઉત્તર ગુજરાતનાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત 5 જિલ્લાના APMC બજારોમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે.

TDSનાં વિરોધમાં ઉત્તરગુજરાતનાં ખેતીવાડી બજારો બંધ

APMC બજારોને હડતાળને પગલે આજે મહેસાણા જિલ્લાનાં સાત માર્કેટયાર્ડમાં વેપાર ધંધા ઠપ થઈ જતા અંદાજે 23 કરોડનું નાણાકીય વ્યવહારનું ટર્નઓવર અટકી પડ્યું છે, ત્યારે APMCમાં વેપાર ઠપ થતા હજારો કામદારો, મજૂરો અને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.મહત્વનું છે દૈનિક 15 કરોડનું ટર્નઓવર કરતા મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં TDSનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો વેપારીઓ એ હાલમાં હરાજી બંધ કરી વિરોધ નોંધવી APMCના ચેરમેન અને વેપારી મંડળ નું એક ડેલીગેશન દિલ્લી ખાતે TDSના વિરોધમાં રજુઆત માટે પહોંચ્યું છે ત્યારે TDS મામલે રહેલી વેપારીઓની માંગ પર સરકાર નમતું જોખે છે કે કેમ.?

Intro:

TDSના વિરોધમાં ઉત્તરગુજરાતના ખેતીવાડી બાજરો બંધ, કરોડોના વેપાર ઠપBody:

ખેતી પ્રધાન દેશ ભારતમાં કૃષિ પશુપાલનના બે મુખ્ય વ્યવસાય પર અનેક વેપાર ધંધા ઓ ધખધખે છે ત્યારે આ વ્યવસાય થી દેશના અર્થ તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતી સેવા સહકાર ને વેપારના ઉદ્દેશ સાથે નિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આજે ઉત્તર ગુજરાતમાં બંધ જોવા મળી છે મહત્વનું છે સરકાર દ્વારા નાણાંકીય વ્યવહારોમાં પ્રદર્શકતા લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે જેને પગલે સરકારે માર્કેટયાર્ડમાં થતા રોકડ વ્યવહારો પર પણ 2 ટકા જેટલો TDS લગાવ્યો છેબ્જેને પગલે અનેક માર્કેટયાર્ડના વેપારીઓ નારાજગી જતાવી રહ્યા છે વેપારીઓના મત મુજબ મહત્તમ 2 લાખ સુધીના રોકડ વ્યવહાર થતા હોય છે તદઉપરાંત RTGS સહિત ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાતું હોય છે પરંતુ ખેડૂતો સાથે અને મજૂરો સાથે માર્કેટયાર્ડની કામગીરી જોડાયેલી હોઈ કેટલાક વ્યવહાર રોકડમાં કરવા પડતા હોય છે જેમાં 2 ટકા TDS કપાતા ખેડૂતો અને વેપારીઓના ખેત ઉત્પાદનના વેપાર પર સીધી અસર પડી રહી છે જેને જોતા માર્કેટયાર્ડના વેપાર પર સરકાર 2 ટકા TDS ન વસુલે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ સરકારના આ 2 ટકા TDS લગાડવા મામલે એશિયાના પ્રથમ શ્રેણીના ઊંઝા માર્કેટયાર્ડ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત 5 જિલ્લાના APMC બજારોમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે APMC બજારોને હડતાળને પગલે આજે મહેસાણા જિલ્લા ના સાત માર્કેટયાર્ડમાં વેપાર ધંધા ઠપ થઈ જતા અંદાજે 23 કરોડનું નાણાકીય વ્યવહાર નું ટર્નઓવર અટકી પડ્યું છે ત્યારે APMCમાં વેપાર ઠપ થતા હજ્જારો કામદારો, મજૂરો અને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે

Conclusion:મહત્વનું છે દૈનિક 15 કરોડનું ટર્નઓવર કરતા મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં TDSનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો વેપારીઓ એ હાલમાં હરાજી બંધ કરી વિરોધ નોંધવી APMCના ચેરમેન અને વેપારી મંડળ નું એક ડેલીગેશન દિલ્લી ખાતે TDSના વિરોધમાં રજુઆત માટે પહોંચ્યું છે ત્યારે TDS મામલે રહેલી વેપારીઓની માંગ પર સરકાર નમતું જોખે છે કે કેમ..?

બાઈટ 01 : પિયુષ પટેલ, વેપારી

બાઈટ 02 : પરેશ પટેલ, વેપારી

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.