ETV Bharat / state

મહેસાણામાં RDX મામલે ઝડપાયેલા અબ્દુલ કુટ્ટી પાસેથી માહિતી મેળવવામાં પોલીસ નિષ્ફળ

અબ્દુલ કુટ્ટી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમનો સાગરીત છે. અબ્દુલ કુટ્ટીને RDX મામલે ઝારખંડથી ઝડપી લાવીને મહેસાણા પોલીસે રિમાન્ડ મેળવ્યા તેમ છતા પોલીસ તપાસમાં કાંઇ ખૂલ્યુ નથી.

મહેસાણા પોલીસ સ્ટેશન
મહેસાણા પોલીસ સ્ટેશન
author img

By

Published : Jan 22, 2021, 5:55 PM IST

  • 24 વર્ષ પહેલાં મળી આવેલ RDX મામલો
  • આતંકી અબ્દુલ ઝારખંડ થી ઝડપાયો હતો
  • દાઉદ અને અબુ સલેમ સાથે છે સંબંધ

મહેસાણા : મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરી પાસે આતંકી પ્રવૃત્તિના અણસાર સાથે પોલીસને તપાસ દરમિયાન 2.5 કરોડના વિસ્ફોટક હથિયારો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં 115 પાકિસ્તાની બનાવટની ઓટોમેટિક પીસ્તોલ, 15 ચાઈનીઝ બનાવટની ઓટોમેટિક પોસ્તલ, 750 કારતુસ, 113 મેગ્ઝીન, 4 કિલો RDX અને 10 ડિટોનેટર પોલીસના હાથે ઝડપાયા હતા. જે મામલે પોલીસે 24 વર્ષે આરોપી અબ્દુલ મજીદ મહંમદ અહેમદ કુટ્ટીને ઝારખંડથી ઝડપી પાડીને મહેસાણા લાવ્યો હતો. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે સરકારી વકીલોની દલીલો આધારે ગુન્હાની ગંભીરતા જોયા પછી આરોપી અબ્દુલને 14 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. જેમાં પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસ કરીને ગુણના મૂળ ઉખાડાવના હતા. જોકે, 14 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પણ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી અબ્દુલ પાસેથી કોઈ ખાસ માહિતી પ્રાપ્ત કરી નથી, ત્યારે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આ આરોપીમાં મૂળ કેટલા ઊંડા હોઈ શકે છે, તે તો વિચારવા જેવું છે.

ડોન દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમ સાથે છે આતંકીનો સીધો સંબંધ

24 વર્ષ પહેલા વર્ષ 1997માં પ્રજાસત્તાક દિન પર મુંબઈ અને અમદાવાદ ખાતે બ્લાસ્ટ કરી. આતંકી હુમલાનું આયોજન કરતા ડોન દાઉદ ઇબ્રાહિમ અને અબુ સ્લેમ દ્વારા અઢી કરોડ રૂપિયાના વિસ્ફોટકો અને હથિયારો સાથે અબ્દુલ કુટ્ટીને મોકલ્યો હતો. જોકે, પોલીસને આ માહિતીની જાણ થતાં અબ્દુલ કુટ્ટી પાસે રહેલો આતંકી પ્રવૃત્તિ માટેનો RDX સહિતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને આરોપી અબ્દુલ કુટ્ટી વોન્ટેડ જાહેર કરાયો હતો. બનાવના 24 વર્ષ સુધી જમીન આકાશ ખૂંદી આરોપીને શોધતી પોલીસને આ ગુન્હામાં વધુ સફળતા મળતા આરોપી અબ્દુલ કુટ્ટી ઝારખંડથી મળી આવ્યો હતો. પોલીસે આ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ મૂળ ઉખાડવા કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપતા પોલીસે આરોપીની પૂછતાછ કરી તપાસ કરવા છતાં કોઈ ખાસ બાબત સામે આવી નથી. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ડોન દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમ આ કેસમાં અબ્દુલ સાથે જોડાયેલા હોઈ શકે છે અને જે બાબતે પોલીસને પણ માહિતી પ્રાપ્ત થઈ ચૂકી છે, ત્યારે હવે જોવું રહેશે કે કોર્ટ દ્વારા આરોપી પર કેવા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.