ETV Bharat / state

પ્રકૃતિના જતન સાથે શાળાઓમાં કિચન ગાર્ડનનો અનોખો પ્રૉજેકટ, મહેસાણામાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ મારુતિ વન બનાવ્યું - ETVBharat

પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના ખજાનાનો ભંડાર એવા ભારત દેશમાં આજે ત્રણે ઋતુની આબોહવા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે પ્રકૃતિના આ ખજાનાને જાળવી રાખવા પર્યાવરણનું જતન કરવું ખૂબ આવશ્યક બન્યું છે. પરંતુ આજના સમયમાં કેમિકલયુક્ત વાવેતર અને વૃક્ષછેદનને પગલે પ્રકૃતિ વારસો દિવસેને દિવસે ખૂટતો જઈ રહ્યો છે. જોકે પ્રકૃતિના જતન માટે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ અને યુવાઓના પ્રયત્નો અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે ત્યારે આવો જોઈએ મહેસાણા જિલ્લામાં ચાલતા કિચન ગાર્ડન અને ઔષધિ બાગ નિર્માણના પ્રેરણાદાયી કાર્યને...

પ્રકૃતિના જતન સાથે શાળાઓમાં કિચન ગાર્ડનનો અનોખો પ્રોજેકટ, ખરસદામાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ મારુતિ વન બનાવ્યું

author img

By

Published : Oct 15, 2020, 3:58 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાની 900 ઉપરાંતની શાળાઓમાં બાળકોના સારા સ્વાસ્થ્યની ચિંતા કરતાં પોષણક્ષમ આહાર માટે કિચન ગાર્ડન વિકસાવવા પરિપત્ર કરાયો છે. જે સૂચનને અનુસરતાં આજે જિલ્લાની 100 ટકા શાળાઓમાં શિક્ષકો અને ગામ લોકોના સહયોગથી પ્રાકૃતિક રીતે શાકભાજીના છોડવાઓ રોપી કિચન ગાર્ડન નિર્માણ કરવામાં આવ્યું છે. આ કિચન ગાર્ડન થકી ઉત્પન્ન થતાં શાકભાજી શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહ્ન ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે. જેથી બાળકોને બજારમાંથી આવતા કેમિકલયુક્ત શાકભાજી જમવામાંથી મુક્તિ મળશે અને એક સ્વસ્થ ભાવિ ભારતના નાગરિક તરીકે વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહેશે.

કિચન ગાર્ડન થકી ઉત્પન્ન થતાં શાકભાજી શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહ્ન ભોજન બનાવવામાં ઉપયોગ કરાશે

મહેસાણા શિક્ષણ સમિતિના આદેશ બાદ જિલ્લાની તમામ શાળાઓમાં કિચન ગાર્ડન નિર્માણ કરાયાં છે. જેના થકી થોડા સમય વાદ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલ શાકભાજી પ્રાપ્ત થશે. જિલ્લાની ખરસદા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ન માત્ર શાળા, પરંતુ શાળા આસપાસનો વિસ્તાર લીલુડી ચાદરમાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. એ શાળાના શિક્ષકો અને ગામના યુવાનોની ટીમ દ્વારા શાળામાં કિચન ગાર્ડન ઉપરાંત ઔષધી બાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જિલ્લાની 100 ટકા શાળાઓમાં શિક્ષકો અને ગામ લોકોના સહયોગથી પ્રાકૃતિક રીતે શાકભાજીના છોડવાઓ રોપી કિચન ગાર્ડન નિર્માણ કરવામાં આવ્યું

તો બીજી તરફ શાળાના આગળના ભાગે પડી રહેલી ગામની જમીન પર હજારો છોડવા વાવણી કરી મારુતિ વનનું નિર્માણ કરાયું છે. ગામના યુવાઓ દ્વારા શાળા આગળ જ મારુતિ વનનું નિર્માણ કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને તેઓ પણ પ્રકૃતિનું જતન કરતાં થાય માટે અત્યાર સુધી 7000 છોડવા વાવણી કરી પ્રેરણાત્મક કાર્ય કરવામાં આવ્યું છે. ખરસદા ગામના યુવાનોએ છેલ્લા ચાર વર્ષથી પોતાનો સમય કાઢી ગામની પડી રહેલી જમીન પર કડવો-મીઠો લીમડો, અરડૂસી, તુલસી, ડમરો, શતાવરી અને રુદ્રાક્ષ સહિતના છોડવાની વાવણી કરવામાં આવી છે.

ગામમાં પ્રાકૃતિક વાતાવરણ જળવાઈ રહે અને જરૂરિયાત સમયે ગામમાં જ ઔષધિ મળી રહે માટે આ મારુતિ વન બનાવી યુવાઓ દ્વારા આગળ પણ વધુ 10 હજાર વૃક્ષઓ વાવવાનો નિર્ધાર કરાયો છે. પ્રકૃતિના જતન માટે પ્રેરણાત્મક કામગીરી કરતાં આ યુવાનો સરકાર દ્વારા પર્યાવરણના આ કાર્ય માટે સહકાર મળે તેવી આશા રાખી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.