ETV Bharat / state

સુરતમાં બેંકનું અઢી કરોડનું ફુલેકુ ફેરવનાર ઠગ મહેસાણાથી ઝડપાયો

સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને ICICI બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.

mehsana
mehsana
author img

By

Published : Apr 3, 2021, 2:03 PM IST

  • જય સોની નામનો શખ્સ મહેસાણા LCBના હાથે ઝડપાયો
  • જય સોની દિલ્લીથી બનાવટી સોનુ લાવીને ગોલ્ડ લોન મેળવતો
  • ગોલ્ડ લોનના બહાને નકલી સોનુ પધરાવી દેતા જય સોનીની ધરપકડ

મહેસાણા: સામાન્ય રીતે હાલની મોંઘવારીમાં મહેનતની કમાણી ખૂબ કપરી બની જતી ગઈ છે. ત્યા બીજી તરફ ઠગબાઝીના સિકંદરો ખૂબ સહેલાઇથી બાજી મારી જતા હોય છે. જેનો ભોગ ઘણા લોકો બની જતા હોય છે. ત્યારે સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને ICICI બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.

સુરતમાં બેંકનું અઢી કરોડનું ફુલેકુ ફેરવનાર ઠગ મહેસાણાથી ઝડપાયો
સુરતમાં બેંકનું અઢી કરોડનું ફુલેકુ ફેરવનાર ઠગ મહેસાણાથી ઝડપાયો

આ પણ વાંચો: 10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ

મહેસાણા LCBએ જય સોનીને વસઈ પોલીસ મથકને સોંપ્યો

કુકરવાડા ગામે સોના-ચાંદીનું બજાર પ્રખ્યાત છે. ત્યાં આરોપી જય સોની આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. જેને લઈને મહેસાણા LCBએ જય સોનીને કુકરવાડાથી દબોચીને પ્રાથમિક પૂછપરછ કરી હતી. આરોપી પોતે દિલ્લીથી બનાવટી સોનુ લાવીને જુદા-જુદા ગ્રાહકોને સાથે રાખીને નકલી સોના પર ગોલ્ડ લોન લેતો હતો. આ પ્રકારે ઠગબાજી અચરતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે આરોપીને નજીકના વસઈ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પોલીસે નોકરી વાંચ્છુકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર 6ની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.