વિસનગરના બાકરપુર ગામના યુવક સાથે લગ્ન કરનારી યુવતીએ 14 દિવસની માસુમને ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પોતાના પાપને છુપાવવા પોતાની જ કુખે જન્મ લેનારી બાળકીને પાટણ ડેમુ ટ્રેનમાં મૂકી દીધી હતી. બાદમાં તેને અચાનક મમતા જાગતા તે પોતાની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા વિસનગર પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેના પાપનો ઘડો ફૂટી ગયો હતો અને ચોંકવાનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવતીએ પોતાના પતિ સાથે મળી પૂર્વ પ્રેમી સાથેના શારીરિક સંબંધોથી જન્મેલી પુત્રીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના કારણે પોલીસે યુવતી અને તેના પતિની અટકાયત કરી છે.
મહેસાણામાં માતાનું પરાક્રમઃ 14 દિવસની બાળકીને ટ્રેનમાં ત્યજી દીધી, પછી ગુમ થયાની ફરીયાદ નોંધાવવા પહોંચી - abandoned
મહેસાણાઃ પ્રેમજાળની ચૂંગાલમાં ફસાયેલી મહિલાએ 14 દિવસની બાળકીને ત્યજી દીધાં બાદ ગુમ થયાની ફરિયાદ નોંધાવા પહોંચી હતી, જ્યાં પોલીસે તેની શંકાના આધારે જ અટકાયત કરી છે.
વિસનગરના બાકરપુર ગામના યુવક સાથે લગ્ન કરનારી યુવતીએ 14 દિવસની માસુમને ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પોતાના પાપને છુપાવવા પોતાની જ કુખે જન્મ લેનારી બાળકીને પાટણ ડેમુ ટ્રેનમાં મૂકી દીધી હતી. બાદમાં તેને અચાનક મમતા જાગતા તે પોતાની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા વિસનગર પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેના પાપનો ઘડો ફૂટી ગયો હતો અને ચોંકવાનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવતીએ પોતાના પતિ સાથે મળી પૂર્વ પ્રેમી સાથેના શારીરિક સંબંધોથી જન્મેલી પુત્રીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના કારણે પોલીસે યુવતી અને તેના પતિની અટકાયત કરી છે.
પ્રેમજાળની ચૂંગલમાં ફસાયેલી મહિલાએ 14 દિવસની બાળકીને ત્યજી દીધા બાદ મમતા દાખવતા પોલીસે અટકાયત કરી
એક યુવતી બે આશિકની કહાનીમાં જન્મલેનાર14 દિવસની બાળકીની શુ વાંક.?
વિસનગરમાં નિષ્ઠુર બની 14 દિવસની પુત્રીને ત્યજી દેનાર માતા પોલીસ પાસે દીકરી ગમ થયાની ફરિયાદ નોંધવા જતા ફસાઈBody:
હાલના ગોર કળયુગમાં ધર્મ, શરમ અને મર્યાદાની તમામ હદો લોકો પાર કરી રહ્યા છે ત્યારે આજે ધર્મ થી વિપરીત બનતી ઘટનાઓ ખાસ સાંસારિક જીવનનો ડોહળી રહ્યા છે આવી જ એક કિસ્સો સામે આવ્યો છે વિસનગરના બકરપુર ગામે થી કે જ્યાં તહેતરમાં યુવક સાથે લગ્ન કરનારી એક યુવતીએ પોતાના પાપને છુપાવવા પોતાની કુખે જન્મ લેનારી 14 દિવસની માસૂમ બાળકીને ત્યજી દીધી છે એક નિષ્ઠુર બનેલી માતાને જાણેકે કેમ મમતા જાગી કે પોતે પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ આપવા વિસનગર પોલીસ મથકે પહોંચી જ્યાં એક માતાના પાપોનો ઘડો ફૂટ્યો કે ચોંકાવનારી હકીકતો સામે આવતા પોલીસે યુવક અને યુવતી બન્નેની અટકાયત કરી છે
Conclusion:
પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ આપવા પહોંચેલ મહિલા અને તેના પતિની પૂછપરછ કરતા ફરિયાદ આપવા આવેલ યુવતીના પૂર્વ પ્રેમી સાથે શારીરિક સંબંધો હતા જેને કારણે યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો અને તેના પ્રેમીએ તેને દગો કરી તરછોડી ત્યારે અવિવાહિત યુવતી માતા બની હોઈ ભારે દુવિધા અનુભવી રહી હતી કે તેને એક નવો પ્રેમી મળતા ફરી એકવાર તેના જીવનમાં પ્રેમ પાંગર્યો પરંતુ બન્ને યુવક યુવતીના પરિવારે યુવતીના પૂર્વ પ્રેમી સાથે અનૈતિક સંબંઘો થી જન્મ લેનારી 14 દિવસની બાળકીને અપનાવવાનો ઇન્કાર કરતા યુવતી ને તેનો બીજો પ્રેમી સંસારના માંડવે આડખીલી બનેલી માસૂમ બાળકીને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેનમાં જ છોડી ધીધિ ત્યારે હાલમાં આ સમગ્ર હકીકતો સામે આવતા પોલીસે બાળકીને સંસ્થા ના હવાલે સાચવણી હેઠળ રાખી સંજોગો અવસાત નિષ્ઠુર બનેલી માતા અને તેના પતિની અટકાયત કરી છે
રોનક પંચાલ ,ઇટીવી ભારત, મહેસાણા