ETV Bharat / state

કડી તાલુકામાં તૌકતે થી 8 પશુના મોત, 4 વિજપોલ-2 વૃક્ષ અને 2 મકાન ધરાશાયી

તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં નુક્સાન પહોંચાડ્યું છે. મહેસાણા તાલુકામાં 6 ગામમાં ગંભીર અસર દેખાઈ છે. કેટલીક જગ્યાએ વીજ પોલ પડી ગયા હતા તે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

tree
કડી તાલુકામાં તૌકતે થી 8 પશુના મોત, 4 વિજપોલ-2 વૃક્ષ અને 2 મકાન ધરાશાયી
author img

By

Published : May 20, 2021, 8:54 AM IST

  • મહેસાણાના ગામડાઓમાં તૌકતેના કારણે નુક્સાન
  • વીજ પોલ સાથે કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા
  • પશુધન સાથે કાતા મકાનોને પણ નુક્સાન

મહેસાણા : તૌકતે વાવાઝોડુાએ ગુજરાતમાં ગંભીર નુક્સાન પહોંચાડ્યું છે. આગળ જતા વાવાઝોડું ફંટાઈ જતા અંતે મહેસાણા જિલ્લા માંથી 55 કિમિની ઝડપે પસાર થતા જિલ્લાના કડી તાલુકામાં આવેલ કુંડાળ, કરણનગર, પીરોજપુર, સુજાતપુરા , મેડાઆદરજ, બાબાજીપુરા અને કમળાપુરા સહિતના 6 જેટલા ગામોમાં તરાજી સર્જી છે. કેટલીક જગ્યાએ વિજપોલ તો ક્યાંક પશુધન અને કાચા મકાનો અને વૃક્ષોને નુક્સાન પહોચ્યું હતું

પશુધન, વિજપોલ,વૃક્ષો અને મકાનોને નુક્સાન

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આ વાવાઝોડાને પગલે કડી તાલુકાના કેટલાક ગામડાઓમાં નાના મોટું નુકસાન થયા હોવાના બનાવ સામે આવ્યા છે જેમાં કડીમાં પીરોજપુરા ગામમાં 2 વિજ પોલ, મેડાઅદરાજમાં 2 વીજ પોલ, કરણનગરમાં 2 વૃક્ષ ધરાશાયી થયા હતા તો કુંડળ અને કરણનગર ગામમાં 2 કાચા મકાન તૂટી પડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કડીના કમળાપુરા ગામમાં 6 પશુઓ, સુજાતપુરામાં 1 અને બાબાજીપુરામાં 1 મળી કુલ 8 પશુઓના વાવાઝોડામાં પતરાના શેડ કે દીવાલ નીચે દટાઈ જતા મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો : દમણમાં તૌકતે વાવાઝોડા બાદ સાફસફાઈ હાથ ધરાઈ

સુજાતપુરા ગામમાં છાપરું પડવાથી પાડી દટાઈ

કડીમાં સવાર થી સાંજ સુધીમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો જેને લઈ કડીના સુજાતપુરા ગામમાં રહેતા હસમુખભાઈ પટેલના મકાનના બહાર પશુ બાંધવા બનવેલ શેડના છાપરા પડી જવા થી એક પાડીનું દટાઈ જવા થી પાડીને ઇજાઓ પહોંચી હતી કડીના મેડાઅદરાજ ગામના નેડીયામાં ઇલેક્ટ્રિક થાંભલાના 2 પોલ પડી ગયા હતા તેમજ કુંડળ ગામમાં બળદેવભાઈ રબારી નામના વ્યક્તિના મકાનના પતરા ઉડી ગયા હતા.

વાવાઝોડા અને વરસાદને પગલે 15 ફૂટની દીવાલ જમીનદોસ્ત

કડી તાલુકામાં આવેલા કુંડાળ ગામની અંદર વાવાઝોડાના કારણે દીવાલ પડી હતી જેને કારણે પાર્કિંગમાં ઉભેલી ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું જેમાં કડીના કુંડાળ ગામમાં આવેલા સોમનાથ સોસાયટીમાં સંરક્ષણ 15 ફૂટની દીવાલ પડી જવાથી પાસે ઉભેલી 5 જેટલી ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું જેમાં અંદાજે 1 લાખ નું નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.