- કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાયા
- રવિ પાકને નુકસાન થવાની ભીતિ
- 20 દિવસ પહેલા પણ કેનાલમાં ભંગાણ થયું હતું
મહીસાગર: જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલ સિંચાઈનું પાણી કડાણા ડેમમાંથી આપવામાં આવી રહ્યું છે. બુધવારની સવારે લુણાવાડા તાલુકાના નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ નજીકના ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાતા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા રવિ પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
20 દિવસ બાદ કેનાલમાં ફરી ગાબડું
આ અગાઉ 20 દિવસ પહેલા કેનાલમાં ભંગાણ થયું હતું. 20 જ દિવસમાં બે વાર કેનાલમાં ભંગાણ થતા ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા રવિ પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.