- ગાંધીનગર CID ક્રાઇમની ખોટી ઓળખ આપી નાણાં પડાવતી ટોળકી ઝડપાઈ
- ચારેય આરોપીઓ નગરજનોને ડરાવી-ધમકાવી બળજબરી પૂર્વક પૈસા પડાવતા હતા
- આરોપીઓ પાસેથી ખોટા આઇડેન્ટીટી કાર્ડ મળ્યા
- સંતરામપુર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મહીસાગરઃ સંતરામપુર ટાઉન વિસ્તારમાં કેટલાક શખ્સો પોતે ગાંધીનગર CID ક્રાઇમના માણસો હોવાનું જણાવી નગરજનોને ડરાવી-ધમકાવી બળજબરી પૂર્વક પૈસા પડાવતા હોવાની બાતમી સંતરામપુર પોલીસને મળી હતી. જે બાબતે પોલીસે વોચ ગોઠવી 4 આરોપી સહિત નકલી આઈડેન્ટીટી કાર્ડ, મોબાઈલ, તથા રોકડ રકમ, રૂપિયા, ગાડી કુલ મળી 2,02,230 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી સંતરામપુર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી
પોલીસને બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ, ગોધરા રેન્જના અધીકારીઓએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવા આપેલા આદેશના આધારે મહીસાગર પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક તથા લુણાવાડા વિભાગે આપેલી કડક સુચના આપતા સંતરામપુર પોલીસ સ્ટેશનના PI તથા PSI અને પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને વોચમાં રહેવા સૂચનાના આધારે સંતરામપુર ટાઉન વિસ્તારમાં ASI અને સ્ટાફના માણસોએ બાતમી મેળવી આરોપીઓને ઝડપી લીધા છે.
સંતરામપુર પોલીસની કાર્યવાહી
પોતે રાજ્ય સેવક તરીકેનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં પોતાની ઓળખ ગાંધીનગર CID ક્રાઇમના માણસો હોવાનું જણાવી નગરજનોને ડરાવી-ધમકાવી બળજબરી પૂર્વક પૈસા પડાવતા ચારેય આરોપીઓ પંકજ ડાભી, શૈલેષ ચારેલ, મુકેશ મછાર, અને રોનીલ ખાંટ તમામ પાસેથી ખોટા આઇડેન્ટીટી કાર્ડ, 31,000ની કિંમતના મોબાઈલ, તથા 21,230 રોકડ રકમ, અને એક ગાડી કુલ મળી 2,02,230 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી સંતરામપુર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ જેલમાં મિત્રોને મળવા અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો
પકડાયેલા આરોપીઓ
- પંકજ રમણ ડાભી (સંતરામપુર) જિ.મહીસાગર
- શૈલેષ ચંપકલાલ ચારેલ (સંજેલી) જિ. દાહોદ
- મુકેશ ઉકેલા મછાર (ફતેપુરા) જિ. દાહોદ
- રોનીલ રામસિંહ ખાંટ (સંજેલી) જિ. દાહોદ
કબજે લીધલો મદ્દુામાલ
- અલગ-અલગ કંપનીના મોબાઇલ નંગ-6 કિંમત રૂપિયા.31,000
- જુદા-જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂપિયા. 21,230
- રજી. બાય ગ. ઓફ ઇન્ડીયા (દિલ્હી) ગર્વ. રજી.નં. 1610/19 તથા Creativity Investigation & Development લખેલા આઇ. કાર્ડ નંગ-2
- એક ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા.1,50,000